રોષ:ભેસ્તાનના ભગવતી નગરમાં 5 દિવસથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાથી રોષ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠેર ઠેર ખોદકામ છતાં લીકેજ ન શોધી શકાયા

ભેસ્તાનના ભગવતી નગરમાં 5 દિવસથી પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ઊઠી હતી. જેના પગલે પાલિકાના ઉધના ઝોનની સાથે હાઇડ્રોલિક વિભાગે ફોલ્ટ શોધવા કવાયત કરી હતી. 5 દિવસથી ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદ કરવા છતાં અધિકારીઓએ કોઇ તસ્દી લીધી ન હતી. જેથી રહીશોએ સ્થાનીક કોર્પોરેટરોને પણ સમસ્યા અંગે જાણ કરી હોવાની રાવ નાખી હતી. સોસાસટીના પ્રમુખ મીનાક્ષીબેન પાટીલે કહ્યું કે, કેટલાક તો 20 લિટરની પાણીનો બાટલો મગાવવા પણ સક્ષમ નથી જેથી આ ગંદું પાણી જ ગરમ કરીને પીવા માટે મજબુર છે.

અહીં 450-500ની વસ્તી છે. આ અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગના ઇજનેર ચિન્ટુ પ્રજાપતિએ કહ્યું કે, મુખ્ય હાઇડ્રોલિક વિભાગ આ સમસ્યાના નિરાકરણ માટે સતત ઝોન અધિકારીઓ સાથે સંપર્કમાં છે. સોસાયટી કે તેની આસપાસમાં લીકેજ હોવાનું માલુમ પડ્યું છે. જોકે તે ફોલ્ટ મળી રહ્યું નથી. ટીમ શનિવારે પણ પાણી સપ્લાય સમયે ફરી સ્થળ પર જઇ તપાસ કરશે. ફોલ્ટ મળતાં જ આ સમસ્યાનું નિવારણ લવાશે.

અન્ય સમાચારો પણ છે...