• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Anger Among The Supporters Of Zhankhana Patel's Ticket Cancellation On The Eighty fourth Seat Of Surat, Slogans To Press The NOTA Button At The Time Of Voting

ચોર્યાસીમાં ઝંખના પટેલ કપાતા રોષ:ભાજપે સંદીપ દેસાઈને ટિકિટ આપતા કાર્યકરો વિદ્રોહના મૂડમાં, ભાજપની ઓફિસને ઘેરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ

સુરત17 દિવસ પહેલા
ચોર્યાસી બેઠક પરથી ભાજપે સંદીપ દેસાઇનું નામ જાહેર કરતા કોળી પટેલ સમાજમાં રોષ

ગુજરાત વિધાનસભાના ઇલેક્શનને લઈ સુરત જિલ્લાની 16 બેઠકોમાંથી 15 બેઠકો માટે ભાજપએ તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા.માત્ર એક ચોર્યાસી બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી રાખ્યું હતું.આ બેઠકના નામની જાહેરાત ન થતા અનેક ચર્ચાઓ એ જોડ પકડ્યું હતું અને આખરે ઝંખના નું નામ કાપીને નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈને મેદાને ઉતાર્યા છે.ત્યારે સંદીપ દેસાઈ નું નામ જાહેર થતા તેની સાથે જઝંખનાના સમર્થકો દ્વારા અને ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ઝંખનાની ઓફિસની બહાર જ ભાજપ વિરોધી સૂત્રોચાર અને ઝંખના પટેલના સમર્થન સૂત્રોચાર કરી ભાજપની ટિકિટ ફાળવણી સામે હતો.કાર્યકરો ઉધના સ્થિત ભાજપ કાર્યાલય પહોંચીને ઘેરાવ કરવા પ્રયાસ કર્યો હતો.

ઝંખનાને નો રીપીટ કરાતા ભારે રોષ
સુરત જિલ્લાની 16 બેઠકમાંથી ભાજપે 15 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા બાદ માત્ર 84 બેઠકના ઉમેદવારનું જ નામ જાહેર ન કરતા રાજકીય વર્તુળ ભારે ચર્ચાનો વિષય આ બેઠક બની હતી.ફોર્મ ભરવાની માત્ર એક જ દિવસ બાકી હોવા છતાં પાર્ટી દ્વારા નામ જાહેર ન કરાતાઆ સીટ ઉપર શું રંધાઈ રહ્યું છે તેની પર સૌ કોઈને નજર બની રહી હતી.જોકે ભારે ઉત્કુર્ષતાના માહોલમા ભાજપ દ્વારા આ બેઠક પર રનીંગ ધારાસભ્ય ઝંખના પટેલનું નામ કાપીને નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈનું નામ આજે જાહેર કરી દીધું હતું.પાર્ટી એ જે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે તે સ્થાનિક મતદારોના ગણિતમાં કોઈ જ રીતે સેટ થતો નથી તેમ છતાં પાર્ટી તેની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.ભાજપ દ્વારા અંતિમ ઘડી સુધી 84 બેઠક પર ઉમેદવારની સત્તાવાર જાહેરાત ના કરતા ખૂબ જ સસ્પેન્સ ઊભું થયું હતું.જેને લઇ ક્યાંક એવું માનવામાં આવી રહ્યું હતું કે ભાજપ અહીંથી ઝંખના પટેલની ટિકિટ કાપીને ભાજપ આ વખતે કોઈ પર પ્રતિ ચહેરાને મેદાને ઉતારી શકે છે.અથવા અન્ય કોઈ કોળી પટેલ ચહેરાને મેદાને ઉતારી શકે છે.પરંતુ જાતિગત સમીકરણ પ્રમાણે કોઈ જ રીતે સેટ ન થતા એવાનવા ચહેરા સંદીપ દેસાઈને મેદાને ઉતારતા સ્થાનિક કાર્યકરો અનેલોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ઝંખનાની કાર્યાલય બહાર જ સમર્થકોનો વિરોધ
ભાજપ દ્વારા આજે ત્રીજી યાદી જાહેર કરતા સુરત જિલ્લાની બાકી રહેલી 16 ની સીટમાં પણ નામ જાહેર કરી દીધું હતું.ભાજપ દ્વારા સુરત જિલ્લાની બાકી રહેલી 16 મી ચોર્યાસી વિધાનસભાની સીટ માટે સંદીપ દેસાઈ પર વિશ્વાસ વ્યક્ત કરી નામ જાહેર કર્યું હતું.જેને લઇ ચોર્યાસી વિધાનસભાના સ્થાનિક ભાજપના કાર્યકરો અને ઝંખનાના સમર્થકોમાંસંદીપ દેસાઈ નું નામ જાહેર થતાં જ વિરોધનો વંટોળ ઊભો થયો હતો.ઝંખના પટેલનું નામ કપાઈ જતા અને આયાતી ઉમેદવારનું નામ જાહેર કરાતા મોટી સંખ્યામાં સ્થાનિક 84 ના કાર્યકરો અનેશંખના ના સમર્થકો દ્વારા ઝંખના પટેલની ઓફિસ બહાર જ ભાજપનો વિરોધ કર્યો હતો.સમર્થકોએ સંદીપ દેસાઈના વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા.ઝંખના પટેલના સમર્થન માં સૂત્રોચાર કર્યા હતા.અને સ્થાનિક કોળી પટેલ સમાજના આગેવાનને ટિકિટ આપવાની માંગ કરી હતી.

સ્થાનિક ઉમેદવાર નહીં તો નોટા પર મતની આપી ચીમકી
ભાજપ દ્વારા ચોર્યાસી બેઠક માટે સંદીપ દેસાઈનું નામ જાહેર કરતા કોળી સમાજ ના મતદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.જેને લઇ ભાજપના જ કાર્યકરો અને કોળી પટેલ સમાજના ઝંખનાના સમર્થકોએ વિરોધનો સુર ઉચ્ચક્યો હતો.તમામ કાર્યકર્તાઓએ વિરુદ્ધ દર્શાવી જણાવ્યું હતું કે સ્થાનિક કોળી પટેલ આગેવાનને જો ટિકિટ નહીં તો કોઈને મત નહીં મળશે.ભાજપ પોતાનો ઉમેદવાર બદલશે નહીં તો આ વખતે મોટી સંખ્યામાં નોટામાં મતદાન કરી ભાજપનો વિરોધ કરવામાં આવશે.

ભાજપે દોઢ લાખ મતદારોની અવગણના કરી ટિકિટ આપી
ગુજરાતની સૌથી મોટી ચોર્યાસી વિધાનસભા છે.આ વિધાન સભામાં કુલ ચાર લાખથી વધુ મતદારો છે.જેમાંથી સૌથી વધુ 1.55 લાખથી વધુ મત કોળી સમાજના છે. 1 લાખ કરતાં વધુ મત પરપ્રાંતીઓના છે. જ્યારે અનાવિલ સમાજના 3000થી 3500 જ મત છે.તેમ છતાં આ બેઠક પરથી અનાવીલ સમાજમાંથી આવતા સંદીપ દેસાઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવતા વિરોધનો સુર ઉઠ્યો.

સંદીપ દેસાઈ અનેક પદ પર હોવા છતાં ટિકિટ આપતા સર્જાયો વિવાદ
ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈનુ નામ જાહેર થતાં વિવાદનો મધપૂડો ભાજપે છંછડ્યો છે.સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપનો પ્રમુખ છે. સુરત APMCમાં ઉપપ્રમુખ છે સુમુલ મા ડિરેક્ટર છે અને સુરત ડિસ્ટ્રીક બેંકમાં પણ તેઓ ચેરમેનનું પદ ભોગવી રહ્યા હોવા છતાં તેમને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કરતા થયો વિવાદ.સંદીપ દેસાઈ સહકારી મંડળીઓમાં અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેના જુદા જુદા પદ ઉપર હોવા છતાં ચોર્યાસી વિધાનસભામાં તેને ટિકિટ આપતા મોટો વિવાદ ઊભો થયો છે.આ વિવાદ ક્યાંક વિરોધી પાર્ટીઓને ફાયદો પણ કરાવી શકે છે.

ભાજપમાંથી સંદીપ દેસાઈની જાહેરાત વિરોધીઓને કરાવી શકે છે ફાયદો
ચોર્યાસી વિધાનસભામાં મોટાભાગનો જે વિસ્તાર છે તે કાંઠાનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં કોળી સમાજના મતદારો વધારે છે.અને બીજો સૌથી મોટો વિસ્તાર પર પ્રાંતીઓને આવરી લેતો વિસ્તાર છે.84 વિધાનસભા સૌથી લાંબી છે અને આ વિધાનસભા બેઠકમાં કાંઠા વિસ્તારના કોળી સમાજના અને બીજા નંબરે પરપ્રાંતી સમાજના મતદારો પ્રભુત્વ ધરાવે છે.દર વખતે તમામ રાજકીય પાર્ટીઆ મતદારોને પોતાના તરફ ખેંચવા તેમના ઉમેદવારોને મેદાને ઉતારે છે. ત્યારે આ વખતેભાજપે આ મતદારોની અવગણના કરીને સંદીપ દેસાઈને મેદાને ઉતાર્યા છે.વિરોધી પાર્ટીઓમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા કોળી સમાજના ઉમેદવારને મેદાને ઉતાર્યો છે.એટલે સ્વાભાવિક રીતે એવું ચર્ચા રહ્યું છે કે સંદીપ દેસાઈ પ્રત્યેની મતદારોની નારાજગી વિરોધી પાર્ટીઓને સીધો ફાયદો કરાવી શકે છે.આજ દિન સુધી ભાજપ માટે સિક્યોર સીટ માનવામાં આવતી આ બેઠક પર આ વખતે સંદીપ દેસાઈને મેદાને ઉતારતા ચોર્યાસી બેઠક માટે પણ જંગ રોમાંચક બની રહે તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે.

શા માટે સંદીપ દેસાઈને ચોર્યાસીથી જ પસંદગી કરાઈ
સંદીપ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ખૂબ જ અંગત માનવામાં આવે છે.સંદીપ દેસાઈ ને સુરત જિલ્લા ભાજપના પ્રમુખ બનાવ્યા બાદ તેણે અનેક વખત પાર્ટી સમક્ષ વિધાનસભા ઇલેક્શન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.પરંતુજાતિગત સમીકરણ પ્રમાણે તે કોઈપણ સીટ ઉપર ફીટ બેસી શકે તેમ ન હતા.સુરત જિલ્લાની 16 બેઠકોમાંથી 10 બેઠકો મૂળ સુરતની છે.બાકીની છ જિલ્લાની બેઠકોમાંથી ચાર બેઠકો અનામત કેટેગરીમાં આવતી બેઠકો છે. જ્યારે ઓલપાડ અને ચોર્યાસી બે જ બેઠક બાકી રહી હતી.હવે ઓલપાડ માંથી સ્થાનિક નેતા તરીકે મુકેશ પટેલ પર ભાજપે પસંદગી વ્યક્ત કરી હતી. તો રહી માત્ર ચોર્યાની બેઠક અને સંદીપે આ બેઠક પર ઇલેક્શન લડવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું.જે આખરે સફળ નિવડ્યું છે તે માનવામાં આવી રહ્યું છે.અને આખરે ઝંખના પટેલનું પત્તું કપાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...