નારાજગી:​​​​​​​સુરતમાં હીરાના મોટા કારખાનાની જગ્યાએ નાના યુનિટોને બંધ કરાવાતા કારખાનેદારોમાં રોષ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
હીરાના નાના યુનિટના માલિકોએ કામ ન કરવા દેવામાં આવતું હોવાનો રોષ પ્રગટ કર્યો હતો. - Divya Bhaskar
હીરાના નાના યુનિટના માલિકોએ કામ ન કરવા દેવામાં આવતું હોવાનો રોષ પ્રગટ કર્યો હતો.
  • નાના કારખાનામાં કામ કરતાં રત્નકલાકારોમાં નારાજગી

સુરતમાં કોરોના સંક્રમણને કારણે છેલ્લા ઘણા સમયથી ડાયમંડ અને ટેકસટાઇલ માર્કેટ બંધ રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તેમાં ડાયમંડ અને ટેકસટાઇલના મેન્યુફેક્ચરિંગ યુનિટોને શરૂ કરવામાં આવ્યા હતાં. બીજી તરફ સુરતના ડાયમંડ ઉદ્યોગમાં કાર્યરત એવા નાના કારખાનાઓને પણ બંધ કરવામાં આવ્યા છે, જેને લઇને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રત્નકલાકારો ભીંસમાં મુકાયા
સુરતના મહિધરપુરા ડાયમંડ બજારમાં વેપારીઓમાં હવે ધીરે ધીરે અસંતોષ વધી રહ્યો છે મોટાભાગના ડાયમંડ કારખાનાઓ હાલ બંધ છે કોરોના સંક્રમણ નો વ્યાપ વધતા કોર્પોરેશન દ્વારા નાના કારખાનાઓને બંધ કરાવી દેવામાં આવ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન લાગવાની સાથે જ તમામ નાના કારખાનાઓ બંધ થઈ ગયા હતા. શહેરમાં લાખોની સંખ્યામાં કામ કરતા રત્ન કલાકારો આર્થિક ભીંસમાં મુકાયા છે.

સતત તપાસ કરીને હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
સતત તપાસ કરીને હેરાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

કારખાનામાં સતત તપાસ થાય છે
હીરા વેપારીઓનું માનવું છે કે, રાજ્ય સરકાર કયા કારણસર બેવડી નીતિ અપનાવી રહી છે, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કોર્પોરેશનના અધિકારીઓ પણ અમારા નાના કારખાનામાં આવી ને સતત તપાસ કરીને હેરાન કરી રહી છે. બીજી તરફ મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં કોર્પોરેશનના એક પણ અધિકારી તપાસ કરવા માટે જતો નથી.તમામ નીતિ નિયમ જાણે ફક્ત નાના વેપારીઓ માટે જ હોય તે પ્રકારનું વર્તન કોર્પોરેશનના અધિકારીઓનું જોવા મળી રહ્યું છે.

વેપારીઓએ હેરાનગતિનો આક્ષેપ કર્યો હતો.
વેપારીઓએ હેરાનગતિનો આક્ષેપ કર્યો હતો.

કારખાનેદારોમાં રોષ
રાજ્ય સરકારની નીતિને કારણે નાના વેપારીઓની મુશ્કેલી વધી રહી છે. શા માટે કોઈ એક ઉદ્યોગમાં બેવડા નિયમો લાગુ કરવામાં આવે છે. મોટા યુનિટોમાં પણ એ જ પ્રકારે કારીગરોનો ધસારો જોવા મળે છે અને કોરોના સંક્રમણ ફેલાવાની દહેશત ત્યાં પણ એ જ પ્રમાણમાં છે. નાના વેપારીઓને માનવું છે કે, અમે તમામ નીતિ નિયમોનું પાલન કરીને કારખાનું શરૂ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓને પણ જાણ કરી પરંતુ તેમણે અમારી કોઈ વાતનો સ્વીકાર કર્યો નથી અને તમામ યુનિટોને એક પ્રકારે બંધ જેવી સ્થિતિમાં છે. તેના કારણે નાના કારખાનેદારોના પરિવારનું તેમજ તેમને ત્યાં કામ કરતા કામદારોની સ્થિતિ આર્થિક રીતે ખૂબ જ વિકટ બની છે. પ્રકારની સ્થિતિ હજુ થોડા દિવસોમાં અવિરત પણે આગળ વધશે તો રત્ન કલાકારોનું. જીવવું મુશ્કેલ બની જશે.