આંતરરાજ્ય ચોર ટોળકી ઝડપાઈ:સુરત સહિત રાજ્યભરમાં કારના કાચ તોડી ચોરી કરતી આંધ્રપ્રદેશની ગેંગ ઝડપાઈ,60 વધુ ગુનાના ભેદ ઉકેલાયા

સુરત7 મહિનો પહેલા
ચોરી કરવા ટોળકી પહોંચે એ અગાઉ જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા
  • ટોળકી પાસેથી રોકડ રૂપિયા 3.30 લાખ તેમજ ત્રણ બાઇક ગીલોલ,પેચીયુ અને 7 મોબાઈલ કબ્જે કરાયા

સુરત સહિત ગુજરાત રાજયના અલગ-અલગ શહેરોમાં ફોર વ્હિલર કારના કાચ તોડી અને મોપેડની ડીક્કી તોડી રોકડા રૂપિયા તેમજ બેગ ચોરી કરતી આંતરરાજ્ય આન્ધ્રપ્રદેશની નેલ્લોર ગેંગને ડીસીબી એ ઝડપી પાડી 60 થી વધુ ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા હાંસલ કરી છે. એક જગ્યા પર ચોરી કરી બીજા શહેર માં આશરો લઈ ત્યાં પણ ચોરી ને અજામ આપતી ટોળકી પાસેથી રોકડ રૂપિયા 3.30 લાખ તેમજ ત્રણ બાઇક ગીલોલ,પેચીયુ અને 7 મોબાઈલ કબજે લેવાયા હોવાનું ડીસીબી પોલીસે જણાવ્યું છે.

બાતમીના આધારે પકડાયા
ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફોર વ્હિલર કારના કાચ તોડી તેમજ એક્ટીવાની ડીક્કી તોડી રોકડા રૂપિયા તફડાવતી ગેંગના આંતકને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આધારભુત બાતમીના આધારે મોટા વરાછા ટાઉનશીપ ચાર રસ્તા રોડ ઉપર કેટલાક અસામાજિક તાત્વો ચોરી કરવાના આવી રહ્યા હોવાની માહિતી બાદ વોચ રાખવામાં આવી હતી. જયાંથી કેટલાક શકાસ્પદ આરોપીઓને રોકડા રૂપિયા 3.30 લાખ તેમજ ત્રણ બાઇક ગીલોલ,પેચીયુ અને 7 મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યા બાદ અનેક ગુનાઓ આચર્યા હોવાની આરોપીઓ એ કબૂલાત કરી છે.

આરોપીઓ OLX દ્વારા જુની ટૂ-વ્હિલર બાઈકની ખરીદી કરતા હતા
આરોપીઓ OLX દ્વારા જુની ટૂ-વ્હિલર બાઈકની ખરીદી કરતા હતા

ઓનલાઈન બાઈક ખરીદતા
આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતુ કે, આશરે વીસેક દિવસ પહેલા આંધપ્રદેશ ખાતેથી ટ્રેન મારફતે સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી OLX દ્વારા જુની ટૂ-વ્હિલર બાઈકની ખરીદી કરી મહારાષ્ટ્રના નાંદેડ ખાતે ચાલી ગયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ઓરંગાબાદ,નાંદેડ ખાતે ફોર-વ્હિલર કારના કાચ તોડી રોકડ રૂપિયા તેમજ બેગની ચોરી કરીને સુરત આવી આવી ગયા હતા. આજથી આઠેક દીવસ અગાઉ સીટીલાઇટ વીસ્તારમાં બેંક ઓફ બરોડા માંથી એક ઈસમ રોકડ રકમ ઉપાડી પોતાની મોપેડની ડીકીમા મુકી લઇ જતો હતો ત્યારે આરોપીઓએ મેસટ્રો મોપેડનો પીછો કરી વાહન ચાલકે પોતાનુ મોપેડ પાર્ક કરતા જ તેની ડીકીનુ લોક તોડી 6 લાખ રૂપિયાની ચોરી કરી હતી.

ઈન્નોવાનો કાચ તોડી 27 હજાર ચોરેલા
તા. 24/1/2021 ના રોજ મોટા વરાછા વિસ્તારમાં એક ફાર્મ હાઉસ સામે પાર્ક કરેલી ઇનોવા કારના કાચ તોડી બેગમાંથી 27 હજારની ચોરી કરી હતી. આરોપીઓ પૈકી પ્રકાશ મેકાલા, દાવીદ તેમજ રાજુ મારૈયા વર્ષ 2017 માં સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ ફોર-વ્હિલર ના કાચને ગીલોલ વડે તોડી રોકડા રૂપિયા તેમજ બેંગની ચોરી તેમજ એક્ટીવા મોપેડની ડીક્કી તોડી રોકડા રૂપિયા ની ચોરી કરી સુરતથી વડોદરા શહેરમાં ચાલ્યા ગય હતા. વડોદરામાં પણ આવી જ રીતે ઘણી બધી ચોરીઓને અંજામ આવ્યો હતો. ત્યારબાદ ભરુચ, કોસંબા, વાપી, બારડોલી, વલસાડમાં પણ એક જ મોડ્સ ઓપરેન્ડથી ઘણી બધી ચોરીઓને અંજામ આપ્યા હોવાની કબુલાત કરી છે.

અલગ અલગ પોલીસ સ્ટેશન અને વિસ્તારના ગુનાના ભેદ ઉકેલાયા છે
અલગ અલગ પોલીસ સ્ટેશન અને વિસ્તારના ગુનાના ભેદ ઉકેલાયા છે

પકડાયેલા આરોપીઓ
(1) પ્રકાશ S/O નારાયણ મેકાલા (મુદ્રાજ) ઉવ. ૩૧ ધંધો- બેકાર રહે પંચશીલ નગર ખુલ્લા પડાવમા, પરભણી શહેર નાંદેડરોડ તા. પરભણી જી. પરભણી (મહારાષ્ટ્ર) મુળગામ- લીંગમપલ્લી કોતવાળા તા.લીંગમપલ્લી જી.મેદક (તેલંગણા)
(2) રાજેશ પ્રભુ મેકાલા (મુદીરાજ) ઉવ.૨૯ ધંધો- ઓટો ડ્રાઇવીંગ રહે શંકરપલ્લી ગાંધીનગર આવાસ તા. શંકરપલ્લી જી. હૈદરાબાદ (તેલંગણા)
(3) દાવીદ ઉર્ફે પોલ S/O યાદાગીરી અંજૈયા બોનલા (મુદ્રાજ) ઉવ. ૨૪ ધંધો- મજુરી રહે પંચશીલ નગર ખુલ્લા પડાવમા, પરભણી શહેર નાંદેડરોડ તા.પરભણી જી.પરભણી (મહારાષ્ટ્ર) મુળગામ-ચીકડપેલ્લી તા.જી. હૈદરાબાદ(તેલંગાણા)
(4)રમેશ ઉર્ફે અપ્પુ S/O રવિ શાલ્લા ઉવ.૨૫ ધંધો- બેકાર રહે શંકરપલ્લી રેલ્વે સ્ટેશનના બાજુમા ખુલ્લી જગ્યાના પડાવોમા તા.જી. સાંગ્ગારેડ્ડી (તેલંગાના)
(5) રાજુ માસૈયા નારબોયના ઉવ.૩૦ ધંધો- વાયરીંગ મજુરી રહે ગામ કપરાલા તિપ્પાય સાવીત્રીઅમ્મા દાનૈયાના મકાનમા ભાડેથી તા. કાવેલી જી. નેલ્લુર (આધ્રપ્રદેશ)
(6) અપ્પારાવ વસંતરાવ ગુડ્ડટી ઉવ.૪૭ ધંધો- મજુરી રહે કપરાલા તિપ્પા સાવીત્રી અમ્મા દાનૈયા ના મકાનમા ભાડેથી તા. કાવેલી જી. નેલ્લોર (આંધ્રપ્રદેશ)

આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી
આરોપીઓ IRB ના ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લઈ જે શહેરમાં હોય ત્યાંથી ટુ-વ્હિલર બાઈકની ખરીદી કરી શહેરમાં બેંક ની સામે અલગ અલગ જગ્યાએ ઉભા રહી પૈસા ઉપાડવા આવતા માણસોને આઇડેન્ટીફાય કરી રેકી કરી તેનો પીછો કરીજો ફરીયાદી પાસે એક્ટીવા હોય તો જ્યારે પાર્ક કરે ત્યારે તેની ટીક્કી તોડી તેમાંથી ચોરી કરે અને જો કોર-વ્હિલર કાર હોય તો કાર પાર્ક કરે ત્યારે પોતાની પાસે રહે ગીલોલ થી કાચ તોડી સીટમાં રહેલ બેગ ચોરી કરે તેમજ જો કારમાં માણસ એકલો હોય ત્યારે કારની આગળ ૧૦-૧૦ રૂપિયાની નોટો નાંખી તેના પૈસા પડી ગયા તેવુ કહી તેના તરફ ધ્યાન દોરાવી પાછળની સીટમાંથી બેગ ચોરી કરવાની તેમજ બેંકમાં પૈસા ઉપાડવા આવેલ માણસોની કારના ટાયરમાં સળીયા વડે પંચર કરી તેનો પીછો કરી જ્યારે કારને પંચર કરાવવા ગેરેજમાં જાય ત્યારે પાછળની સીટમાંથી બેગ ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.