નવી મોડ્સ ઓપરેન્ડી:સુરતમાં કોસ્મેટિકની દુકાનમાંથી ઠગબાજ મહિલા અને યુવકે Paytmનો ફેક સ્ક્રિનશોટ બતાવી સામાન ખરીદી છેતરપિંડી કરી

સુરત2 મહિનો પહેલા
ઠગબાજ મહિલા અને યુવક સીસીટીવીમાં કેદ.
  • દુકાન માલિકના ખાતામાં રૂપિયા ન આવતા છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની જાણ થઈ

સુરતના વેસુ વિસ્તારમાં કોસ્મેટિકની દુકાનમાંથી ઠગબાજ મહિલા અને ગઠિયો રૂપિયા 13,700નો કોસ્મેટિક સામાનની ખરીદી કરી ઓનલાઇન ચૂકવવાનું કહી રૂપિયા નહીં ચૂકવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઠગબાજોએ પેટીએમ કરી સક્સેસ ફુલીનો સ્ક્રિનશોટ બતાવી રૂપિયા ચૂકવી દીધા હોવાનું કહી ચાલી ગયા બાદ છેતરપિંડી થઈ હોવાનું વેપારીના ધ્યાને આવ્યું હતું. ઠગબાજોની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

બંને ઠગબાજોએ 13 હજારથી વધુનો સામાન ખરીદ્યો
રાજુભાઇ અરજણભાઇ મ્યાત્રા (રહે પીપલોદમાં રાજહંસ થિયેટરની પાછળ મિલાનો હાઈટ્સ) એ જણાવ્યું હતું કે તેઓ કોસ્મેટિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વેસુમાં સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલ એક્સઝોલ શોપર્સમાં તેઓ ફેંટસી કલેક્શન નામથી દુકાન ધરાવે છે. ગત તારીખ 27મીના રોજ રાત્રે એક મહિલા અને એક યુવક દુકાનમાં કોસ્મેટિક સામાનની ખરીદી કરવા માટે આવ્યા હતા. બંનેએ ભેગા મળી દુકાનમાંથી કુલ 13700 રૂપિયાના સામાનની ખરીદી કરી હતી. આ ખરીદી બાદ તેઓએ પેમેન્ટ પે-ટીએમથી ચૂકવવાનું કહ્યું હતું.

ઠગબાજોએ પેટીએમ કરી સક્સેસ ફુલીનો સ્ક્રીનશોર્ટ બતાવી રૂપિયા ચૂકવી દીધા હોવાનું કહી ચાલી ગયા.
ઠગબાજોએ પેટીએમ કરી સક્સેસ ફુલીનો સ્ક્રીનશોર્ટ બતાવી રૂપિયા ચૂકવી દીધા હોવાનું કહી ચાલી ગયા.

બંને ઠગબાજો સામે ઠગાઇનો ગુનો નોંધાયો
બંને ભેજાબાજોએ 13700 રૂપિયા પે-ટીએમ કરવાની તેની સામે પ્રોસેસ કરી પેમેન્ટ સક્સેસ ફુલી થયેલાનું બતાવી ખોટો મેસેજ મોકલી વિશ્વાસમાં લઇ શોપમાંથી સામાન લઇ નીકળી ગયા હતા. જોકે પાછળથી જાણ થઇ હતી કે તેના ખાતામાં પૈસા આવ્યા નથી. જેથી તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ઠગાઇનો ગુનો નોંધ્યો છે અને સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.