તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહસ્ય:સુરતના કોસાડ આવાસમાં રાત્રે ધડાકા સાથે બે રિક્ષા- મોપેડ સળગી ઊઠતાં ભાગદોડ, લોકો ઊંઘમાંથી ઊઠી બહાર દોડી આવ્યા

સુરત21 દિવસ પહેલા
રાત્રે આગ લાગતાં લોકો દોડી આવ્યા.
  • બે ઓટોરિક્ષા અને બે મોપેડ સળગીને ખાખ થઈ ગયાં

સુરતના કોસાડ આવાસમાં મધરાત્રે બે ઓટોરિક્ષા અને બે મોપેડ અચાનક સળગવા માડતાં ભાગદોડ મચી ગઇ હતી. મધરાત્રે 3 વાગ્યે સીએનજી રિક્ષા જોરદાર ધડાકા સાથે સળગી ગઈ હતી, જેથી ઊંઘમાંથી ઊઠીને બહાર દોડી આવેલા લોકો પૈકી સુરેશ નામના યુવાને આગની લપેટમાં આવેલાં વાહનોને જોઈ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી દીધી હતી. જોકે ફાયર આવે એ પહેલાં તમામ વાહનો સળગીને ખાખ થઈ ગયાં હતાં.

સીએનજી રિક્ષા અને એક લાઇનમાં પાર્ક વાહનો સળગી ગયાં.
સીએનજી રિક્ષા અને એક લાઇનમાં પાર્ક વાહનો સળગી ગયાં.

ઘટના લગભગ રાત્રે 3 વાગ્યા આસપાસની હતી
સુરેશ સેવરે (એક્ટિવા મોપેડનો માલિક)એ જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રે 3 વાગ્યા પછીની હતી. અચાનક જોરદાર ધડાકાનો અવાજ આવતાં ઊંઘ ઊડી ગઈ હતી. બહાર નીકળીને જોતાં સીએનજી રિક્ષા અને એક લાઇનમાં પાર્ક વાહનો સળગી રહ્યાં હતાં. લોકો પણ બહાર દોડી આવ્યા હતા. તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરતાં બન્ને વિભાગ દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

રિક્ષાની નજીકમાં રહેલાં બે મોપેડ પણ સળગી ઊઠ્યાં.
રિક્ષાની નજીકમાં રહેલાં બે મોપેડ પણ સળગી ઊઠ્યાં.

આગનું કારણ અકબંધ
તેણે વધુમાં જણાવ્યું હતું કે આવું પહેલીવાર થયું છે, જોકે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ અમરોલી પોલીસ તપાસ કરી રહી છે. રિક્ષા નંબર GJ-05-VV-6500ના માલિક વિજય શંકાર પાંડે, રિક્ષા નંબર GJ-05-AY-2567ના માલિક પ્રકાશ સરજુભાઈ, એક્સિસ નંબર GJ-05 HW-1239ના માલિક જયશ્રીબેન સુરેશભાઈ દેવડે, એક્ટિવા નંબર GJ-05-HT-1480ના માલિક અરુણ પ્રધાન હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો.
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો.