તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સુરતમાં કાપડના વેપારી પિતા-પુત્રએ મિલેનિયમ માર્કેટના વેપારી સાથે 1.53 કરોડની ઠગાઈ કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • માલની માગણી કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરત રિંગરોડના મિલેનિયમ માર્કેટના કાપડના વેપારી પિતા-પુત્રએ અડાજણના વેપારી પાસેથી એડવાન્સમાં 1.53 કરોડ રૂપિયા લઇ લીધા બાદ યાર્નનો માલ નહિ આપી ધમકી આપતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. લગભગ 18 મહિના સુધી યાર્ન અને પૈસા બન્ને નહીં મળતા વેપારીએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.

પિતા-પુત્રએ એડવાન્સ પૈસાની માંગણી કરી હતી
પોલીસે જણાવ્યું હતું કે, અડાજણ પાલનપુર ગામમાં સાંઈ મિલન રેસિડેન્સીમાં રહેતા 45 વર્ષીય પવનકુમા૨ કેદારનાથ શર્મા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ રિંગરોડ પર આવેલ મિલેનિયમ માર્કેટમાં યુનિવર્સલ ટેક્સટાઇલ નામની દુકાન ધરાવતા નવરત પ્રહલાદભાઇ અગ્રવાલ (રહેવાસી-એ-1 શિવકાર્તિક એપાર્ટમેન્ટ વેસુ) અને પ્રહલાદભાઇ અગ્રવાલ પાસેથી યાર્નનો માલ ખરીદી કરવા નક્કી કર્યું હતું. બંને વચ્ચે વાતચીત થયા બાદ પિતા-પુત્રએ એડવાન્સ પૈસાની માંગણી કરી હતી. જેથી પવનકુમારે 27-8-2019 સુધીમાં કુલ 1.53 કરોડ રૂપિયા એડવાન્સ યાર્નના માલ માટે આપી દીધા હતા. આ માલ માટે પૈસા આપ્યા બાદ પણ તેઓએ યાર્નનો માલ આપ્યો ન હતો. જેના કારણે પવનકુમારે પૈસા પરત માંગ્યા હતા.

રૂપિયા માગતા ધમકી આપી
પિતા પુત્રએ સમય પસાર કરી ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. જેથી આખરે પવનકુમારે યાર્નનો માલ અથવા પૈસા પરત આપવા ઉઘરાણી શરૂ કરી હતી. જેથી આખરે ઉશ્કેરાયેલા પ્રહલાદભાઈ અને તેના પુત્ર નવરતે અમને હજુ સુધી એકપણ રૂપિયો મળ્યો નથી. જો યાર્ન બાબતે કોઇ રજુઆત કરવા આવ્યા છો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી 1.53 કરોડની ઠગાઈ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર પવનકુમારે સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે 1.53 કરોડની ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.