તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું કોલેજો આ માટે શરૂ કરી?:સુરતની MTB કોલેજમાં ગણપતિ ઉત્સવમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, મોટી સંખ્યામાં કોલેજિયનો ગરબે ઘૂમ્યા

સુરત7 દિવસ પહેલા
ગણપતિ ઉત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓ કોરોના ભૂલ્યા.
  • કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં ભોગ બનવા જતા હોય તેવી સ્થિતી દેખાઈ

કોરોના સંક્રમણની ત્રીજી લહેરને ભીતિ સેવાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી માટે પણ નક્કી કરવામાં આવી છે. જે એસઓસીનું સુરત શહેરમાં ધજાગરા ઉડતા દેખાઇ રહ્યા છે. વિવિધ ગણેશ મંડળોમાં મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થઇ રહ્યા છે અને તેના કારણે શહેરની અંદર કોરોના સંક્રમણ વધી શકે તેવી દહેશત સેવાઇ રહી છે. ગણેશ પંડાલમાં એકત્રિત થતાં લોકો જાણે કોરોના અને આમંત્રણ આપતા હોય તેવું જણાઈ રહ્યું છે. સુરતની જાણીતી એમ.ટી.બી કોલેજમાં વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર ગણપતી સ્થાપના કરી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને ગરબા કર્યા હતા. એક પણ વિદ્યાર્થીના ચહેરા ઉપર માસ્ક જોવા નહોતો મળ્યો અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા.

એક પણ વિદ્યાર્થીએ માસ્ક પહેર્યું ન હતું
સુરતની જાણીતી એમ.ટી.બી કોલેજમાં વિદ્યાર્થીઓએ કેમ્પસની અંદર ગણપતી સ્થાપના કરી છે. કોલેજ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈને ઉજવણી કરી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓ ગરબા કરતા જોવા મળ્યા હતા. નવરાત્રિ હોય તે રીતે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રીત થઈને ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા જે ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે. એક પણ વિદ્યાર્થીના ચહેરા ઉપર માસ્ક જોવા નહોતો મળ્યો એ ખરેખર કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં ભોગ બનવા જતા હોય તેવી સ્થિતી દેખાઈ રહી છે.

વિદ્યાર્થીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા.
વિદ્યાર્થીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા.

વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી ઉજવણી ખરેખર ખૂબ જ ચિંતાજનક
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં ગણપતી સ્થાપના માટેની છૂટ આપવામાં આવી હતી પરંતુ જે પ્રકારે વિદ્યાર્થીઓ દ્વારા જે ઉજવણી કરવામાં આવી રહી છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. આ પ્રકારની બેદરકારીના કારણે જ કોરોના ફરીથી માથું ઉંચકે છે અને તેના પરિણામે અનેક પ્રકારની મુશ્કેલીઓ શહેરના નાગરિકો માટે ઊભી થઈ જાય છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકાઈ જાય છે. આવા પ્રકારની ઉજવણી ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ગણપતિ ઉત્સવમાં વિદ્યાર્થીઓએ ગરબા કર્યા.
ગણપતિ ઉત્સવમાં વિદ્યાર્થીઓએ ગરબા કર્યા.

સાચી હકીકત જાણીને જરૂર લાગશે તો પગલાં લેવાશે
સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન કમલેશ યાજ્ઞિકએ જણાવ્યું કે જ્યાં સુધી મારા ધ્યાન પર આવ્યું છે માત્ર દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ ગરબા કર્યા હોવાનું જાણવા મળ્યું છે અને વિદ્યાર્થીઓએ માસ્ક નહોતા પહેર્યા એ બાબત મારા ધ્યાન પર આવી નથી. પરંતુ જો આ પ્રકારે વિદ્યાર્થીઓ વધુ પડતી સંખ્યામાં એકત્રીત થયા હોય તો એ યોગ્ય બાબત નથી. સરકારે આપેલી કોરોના ગાઈડ લાઈનનું અચૂક પાલન થવું જોઈએ. જે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમનો સંપર્ક કરીને સાચી હકીકત જાણીને જરૂર લાગશે તો પગલાં લઈશ.