જીએસટી કાઉન્સિલ દ્વારા કાપડ ઉદ્યોગમાં જીએસટી દર વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જીએસટી 5% થી વધારીને 12% કરવાના નિર્ણય લઇને સમગ્ર ઉદ્યોગમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તમામ ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા વિવિધ સંગઠનો અને વેપારીઓ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાસે રજૂઆત કરવામાં આવી હતી અને ઉદ્યોગમાં કઈ મુશ્કેલીઓ સામે આવશે તે અંગેનો ચિતાર આપ્યો હતો. તમામ વેપારીઓને સાંભળ્યા બાદ સીઆર પાટીલ દ્વારા જીએસટી કાઉન્સિલમાં અને કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે આખરે જીએસટી કાઉન્સિલે તેમની માંગણીને ગ્રાહ્ય રાખી છે. સમગ્ર ટેક્સટાઇલ માર્કેટમાં હાલ ખુશીનો માહોલ છે અને તમામ માર્કેટના વેપારીઓ મંત્રી દર્શના જરદોશ અને સીઆર પાટીલનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
પાટીલ દ્વારા જીએસટી દર યથાવત રાખવામાં સતત રજૂઆત કરાઈ હતી
સુરતમાં તાજેતરમાં જ પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત રાજ્યના મોટાભાગના વેપારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જ સી.આર.પાટીલ દ્વારા વેપારીઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જીએસટી દરને લઈને અમે સતત રજૂઆતો કરી રહ્યા છે અને મુખ્યમંત્રી પણ લેખિતમાં જીએસટી દર યથાવત રાખવા માટે માંગ કરશે. સીઆર પાટીલે આપેલા નિવેદન બાદ બે જ દિવસમાં જીએસટી કાઉન્સિલ દ્વારા કાપડ ઉદ્યોગો પર નાખવામાં આવેલા જીએસટી દર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
પાટીલે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો
વેપારીઓને દિલ્હી ખાતે બોલાવી નાણામંત્રીને રજૂઆત કરાવી હતી
સીઆર પાટીલ અને દર્શના જરદોશ દ્વારા સમગ્ર દેશભરના વેપારીઓ પૈકી દરેક રાજ્યના બે વેપારીઓને દિલ્હી ખાતે બોલાવીને કેન્દ્રીય નાણામંત્રી અને જીએસટી કાઉન્સિલના સભ્ય સાથે વિસ્તૃત ચર્ચા કરાવી હતી. એટલું જ નહીં પરંતુ આ મુદ્દાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રી દ્વારા બીજી એસટી ની અંદર વધારો કરવાથી ઉદ્યોગને નુકસાન થશે એ પ્રકારની વાત દિવસથી કાઉન્સિલ દ્ સામે મૂકવામાં આવી હતી. સીઆર પાટીલે કરેલા પ્રયાસો અને આખરે સફળતા મળી હોય તે પ્રકારનો નિર્ણય લેવાયો છે.
સુરતના વેપારીઓએ પાટીલનો આભાર વ્યક્ત કર્યો
સુરતના ટેક્સટાઈલ વેપારીઓને જ્યારે સમાચાર મળ્યા કે જીએસટી યથાવત રાખવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવ્યો છે તેની સાથે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. તમામ વેપારી સંગઠનો દ્વારા સીઆર પાટીલ અને દર્શના જરદોશનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. ફેડરેશન ઓફ ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સીઆર પાટીલે કરેલી કામગીરીને લઇને તેમણે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. જીએસટી કાઉન્સિલ અને વેપારીઓની વચ્ચે સેતું બનવા માટેની ભૂમિકા મહત્વની રહી હતી.
સ્થાનિક વેપારીઓના પ્રશ્નોને લઈને પાટીલ હંમેશા આગળ રહે છે
સુરત શહેરના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ અને રેલવે સ્ટેશન અંગેના જ્યારે પણ પ્રશ્નો હોય છે ત્યારે સી.આર. પાટીલની ભૂમિકા અત્યંત મહત્વની બની જતી હોય છે. સ્થાનિક વેપારીઓના પ્રશ્નોને લઈને સી.આર.પાટીલ હંમેશા આગળ રહે છે અને તેમના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવતા રહે છે. જીએસટી કાઉન્સિલ હવે કાપડ પરનો દર વધારીને 12 ટકા કરી જ દેશે એ પ્રકારનો માહોલ ઉભો થયા બાદ વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કારણકે કોરોનાકાળ દરમિયાન ટેક્સટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકસાન સહન કરવાનો વખત આવ્યો હતો. હવે આ ઉદ્યોગ વધુ નુકસાન વેઠી શકે તેવી સ્થિતિમાં ન હતો. આવી કપરી સ્થિતિમાં વેપારીઓ માટે સૌથી મહત્વના વ્યક્તિ તરીકે સી.આર.પાટીલ જ હતા અને તેમના થકી જ તેઓ જીએસટી કાઉન્સિલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પોતાની વાત પહોંચાડી શક્યા હતા.
જીએસટી દર યથાવત રાખવાના નિર્ણયને જોતા સીઆર પાટીલની મહેનત રંગ લાવી
સી.આર.પાટીલ દ્વારા પણ જ્યારે પણ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તેઓ ખૂબ જ ગંભીરતાથી વેપારીઓની વાતો સાંભળતા હોય છે. તેને સમજી લેતા હતા અને ત્યારબાદ યોગ્ય રજૂઆત તેઓ જીએસટી કાઉન્સિલ સામે મૂકી શકતા હતા. આખરે તમામ પ્રકારના પ્રયાસો બાદ જીએસટી દર યથાવત રાખવાના નિર્ણયને જોતા સીઆર પાટીલની મહેનત રંગ લાવી છે એવું ચોક્કસ કહી શકીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.