તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • An Undertaking Not To Keep The Phone With Parineeta Of Surat; Now Cases Of Domestic Violence Related To Mobile Phones Have Increased

મોબાઇલના ચેપથી સંબંધોમાં સંક્રમણ:સુરતની પરિણીતા પાસે ફોન નહીં રાખું એવી બાંહેધરી લેવાઈ; હવે મોબાઇલ ફોન સંબંધિત ઘરેલુ હિંસાના કેસ વધ્યાં

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મોબાઇલના વળગણના લીધે અનેક દંપતી વચ્ચેની ખટરાગ કોર્ટના દ્વારે પહોંચી રહી છે. સુરતમાં એક કેસમાં દંપતી વચ્ચેનો મામલો કોર્ટમાં આવ્યો હતો અને બાદમાં સમાધાન પણ થયું હતુ, પરંતુ સમાધાન ખૂબ જ વિચિત્ર હતું. લગ્નના છ મહિના સુધી સાસરે રહેલી નવવધૂ સાથે પતિનો એટલાં માટે ઝઘડો થયો હતો કે તેણી સતત મોબાઇલ પર જ એક્ટિવ રહેતી હતી. આથી દંપતી જૂદું રહેવા લાગ્યું હતું, સમાધાનની શરતો મુજબ પત્નીએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે, તે સાસરે મોબાઇલ ફોન નહીં લઇ જાય, ઘરના કામ કરશે અને આદર્શ વહુની જેમ રહેશે. શહેરના સૈયદપુરાના તાજેતરના એક કિસ્સામાં મોબાઇલના કારણે થયેલા વિખવાદો બાદ પત્નીએ કેસ કરતા પતિની ધરપકડ થઈ હતી. બાદમાં પતિ-પત્ની વચ્ચે સમાધાનના પ્રયાસો થયા હતા.

‘મારી સાથે રહેવું હોય તો મોબાઇલનો ત્યાગ કર’
કેસ નંબર-1ઃ
વડોદરામાં રહેતી યુવતી અને સુરતના યુવકના લગ્ન થયા બાદ પતિ અને પત્ની બંને થોડા જ સમયમા લગ્નેતર સંબંધમાં પડયા હતા. પતિની પરસ્ત્રી સાથેની ચેટિંગ પત્નીએ જોઈ લેતા તેણે પિયર જઈ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો.

કેસ નંબર-2ઃ પતિના આક્ષેપ મુજબ મોબાઇલના કારણે પત્ની છ મહિનાના શિશુનું ધ્યાન નથી રાખતી. કેસ વકીલ પાસે આવ્યો. સમાધાન માટે પતિએ કહ્યું કે મારી સાથે રહેવુ હોય તો મોબાઇલનો ત્યાગ કર.

કેસ નંબર-3ઃ અઠવાલાઇન્સમાં રહેતા દંપતીનો મામલો એડવોકેટ પ્રીતિ જોષી પાસે આવ્યો હતો, જેમાં પતિ ઘર આવ્યા બાદ સતત મોબાઇલમાં જ રહેતો પત્ની કંઇ વાત કરે તો સાંભળે નહીં અને પછી પૂછે કે તે કશું કહ્યુ જ ક્યાં છે. આ વાતથી ઝઘડાં થયા અને હાલ કેસ કોર્ટમા છે.

અન્ય સમાચારો પણ છે...