આયોજન:પીપલોદમાં ઓક્સિજન ટેન્કર છુપાવવું પડ્યું હતું; કમિશનર બંછાનિધિ પાની

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંછાનિધિ પાની - Divya Bhaskar
બંછાનિધિ પાની
  • સુરત મહાનગરપાલિકા કમિશનરે વિદાય પહેલા સંસ્મરણો યાદ કર્યા
  • કોરોનાકાળમાં એક હોસ્પિટલે કહ્યું, 200 પેશન્ટ છે અને ઓક્સિજન નથી

સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીના ત્રણ વર્ષ ના કાર્યકાળમાં 2 વર્ષ તો કોરોના માં શહેરને બચાવવા અંગે ના આયોજનો કાર્યવાહી ઓમાં પૂર્ણ થયાં હતાં. સાથે સાથે તેઓ પાલિકાના જાયન્ટ પ્રોજેક્ટોને મોટેભાગે પાટે ચઢાવવામાં તેઓ સફળ રહ્યાં. વડોદરા મહાનગર પાલિકા અને સુરત પાલિકા કમિશનરની પરસ્પર બદલીમાં કમિશનર પાનીએ સંસ્મરણો વાગોળ્યા હતાં. તેમણે સુરત ની તાકાતનો મહામારીમાં પ્રત્યક્ષ અનુભવ જોયો. આફતમાં મદદના ધોધ અંગે તેમણે કહ્યું હતું કે, સુરત ધારે તે કરી શકવા માટે સક્ષમ છે લોકોનો ઘણો જ સહકાર મળ્યો તેમાં મહિલાઓએ રોટલી દાન કરતાં શ્રમિકોના પેટનો ખાડો પુરાયો .

નામી અનામી-સંખ્યાબંધ સામાજીક સંસ્થાઓ મદદ માટે એક છત નીચે આવી માનવતાની આવી મહેક અવિસ્મરણીય રહેશે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મેટ્રો, વહિવટી ભવન, તાપી રિવરફ્રન્ટ, બરાજ, આઉટર રિંગરોડ ના મહત્તમ પૂર્ણ કામો આગળ ધપાવ્યા છે પરંતુ ડૂમસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આગળ ધપાવવા માટે જગ્યા મળવા અંગે નો વસવસો પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પાલ-ઉમરા બ્રિજ ની જટિલ બનેલી સમસ્યા નો ઉકેલ લાવી ને બ્રિજ નિર્માણ કાર્ય પૂર્ણ કરાવ્યું હતું.

ખાસ કરી ને કોવિડ મહામારી અંગે ની કામગીરીમાં તેઓએ કહ્યું હતું કે, ઓક્સિજન મામલે સર્જાયેલી સ્થિતિ ટાણે ઉમરા પ્લોટ ખાતે સિલિન્ડરો ને પળદા ઢાંકી ને રાખવા પડ્યાં હતાં. ટેક્ષટાઇલ માર્કેટોમાં દૈનિક 10 લાખ લોકો ભેગા થતાં હતાં શરૂઆતમાં તેને બંધ કરાવવા માટે નો પડકાર વેપારીઓ સાથે માથાકૂટ, શ્રમિક કામદારો ના પેટ પર લાત નહીં વાગે તેનું પણ ધ્યાન રાખવાનું હતું જે ઘણું જ અઘરું રહ્યું પણ લોકો ના સહકારથી બધું શક્ય થતું ગયું.

ગુજરાતમાં રેપિડ ટેસ્ટ ની પ્રથમ શરૂઆત પણ સુરતથી થઈ તેમ કહેતાં કમિશનરે જણાવ્યું હતું કે, સાઉથ કોરિયન કંપની રેપિડ ટેસ્ટ કિટ બનાવતી હોવાનું ધ્યાને આવતાં સંપર્ક કરી શાસકો ના સહકારથી વધુ કિટ મેળવી રેપિડ ટેસ્ટની શરૂઆત કરી ત્યાર બાદ અમદાવાદે અને રાજ્ય સરકારે એ કંપનીને એમ્પેનલ કરી ૧૦ લાખ કિટ ખરિદી હતી.

અન્ય સમાચારો પણ છે...