તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિટ એન્ડ રન:સુરતના પુણા પાટિયા નજીક પૂજાના ફૂલ લેવા જતાં વૃદ્ધાનું ટ્રક અડફેટે મોત નીપજ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધાનું ટ્રક અડફેટે આવ્યા બાદ મોત નીપજ્યું હતું.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વૃદ્ધાનું ટ્રક અડફેટે આવ્યા બાદ મોત નીપજ્યું હતું.(ફાઈલ તસવીર)
  • અકસ્માત બાદ નાસી ગયેલા ટ્રક અંગે પોલીસે તપાસ હાથ ધરી

સુરતના પુણા પાટિયા ભવાની ઇન્ડસ્ટ્રી નજીક હિટ એન્ડ રનમાં એક શ્રમજીવી મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. વૃદ્ધ બીતોલસિંગ ભગવાનની પૂજા અર્ચના કરવા ફૂલ લેવા નીકળ્યા બાદ અજાણ્યા ટ્રકની અડફેટે આવી જતાં અકસ્માતમાં મોતને ભેટ્યા હોવાનું એક દુકાનદારે જણાવ્યું હતું. ચાર સંતાનોની માતા બીતોલસિંગ સુરતમાં નાના પુત્ર સાથે રહેતાં હતાં. તહેવાર દરમિયાન વૃદ્ધાના મોતથી પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.

વૃદ્ધાના દીકરાએ કહ્યું હતું કે, તેઓ ફૂલ લેવા માટે રોજિંદા ક્રમ પ્રમાણે નીકળ્યાં હતાં.
વૃદ્ધાના દીકરાએ કહ્યું હતું કે, તેઓ ફૂલ લેવા માટે રોજિંદા ક્રમ પ્રમાણે નીકળ્યાં હતાં.

પરિવારને શોધખોળ કરતાં અકસ્માતની જાણ થઈ
જ્ઞાનસિંગ (મૃતકનો દીકરો) એ જણાવ્યું હતું કે, તેઓ ઉત્તર પ્રદેશના વતની છે. ચાર ભાઈઓ પૈકી ત્રણ વતનમાં રહે છે. તેઓ માતા સાથે સુરતમાં ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે લગભગ 6 વાગે માતા બીતોલસિંગ રોજિંદા ક્રમ પ્રમાણે પૂજાના ફૂલ લેવા નીકળ્યા હતાં. ત્યારબાદ પરત નહિ ફરતા શોધખોળ શરૂ કરાઇ હતી. પુણા પાટિયા નજીક અકસ્માતમાં મહિલા ઇજાગ્રસ્ત થયા બાદ 108માં સિવિલ લઈ જવાયા હોવાનું જાણવા મળતા સિવિલ આવ્યાં હતાં. જ્યાં માતા હયાત નહિ પણ મૃત હાલતમાં લવાઈ હોવાનું જાણવા મળ્યું છે.

108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે લવાયા બાદ વૃદ્ધાને મૃત જાહેર કરાયાં હતાં.
108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે લવાયા બાદ વૃદ્ધાને મૃત જાહેર કરાયાં હતાં.

ચાલકને સજા થવી જોઈએ-દીકરો
કોઈ અજાણ્યો ટ્રક ચાલક માતા બીતોલસિંગ ને અડફેટે લઈ ભાગી ગયો હોવાનું નજીકના કરીયાણા ની દુકાન ચલાવતા ઇસમે જણાવ્યું છે. એટલું જ નહીં પણ અકસ્માત બાદ માતા ને સમય સર સારવાર મળી ગઈ હોત તો મૃત્યુ ન થયું હોત એવું જણાવ્યું હતું. હિટ એન્ડ રન કેસમાં ભાગી ગયેલા ટ્રક ચાલકને કડક સજા મળવી જોઈએ. હાલ પુણા પોલીસ આગળ ની તપાસ કરી રહી હોવાનું વધુમાં જ્ઞાનસિંગે જણાવ્યું હતું.