તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:કોરોનામાં પુત્ર સહિત 4 સ્વજન ગુમાવતા ભટારની વૃદ્ધાની 9માં માળેથી છલાંગ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હ્દયરોગથી પીડાતા વૃદ્ધાના પતિની હાલત પણ ગંભીર

કોરોનામાં ફકત રોજગાર-ધંધા જ નહીં પરંતુ પરિવારો પણ બરબાદ થયા છે. આ સ્થિતિમાં સ્વજનોને ગુમાવનારા લોકો માનસિક આઘાતમાં જીવી રહ્યા છે. જેના લીધે લોકો આત્મહત્યા જેવા પગલાં ભરી રહ્યા છે. એવી જ એક ઘટના શહેરમાં બની હતી. ભટારમાં આત્મહત્યાના બનેલા આ દુ:ખદ બનાવમાં પોતાના પરિવારના 4 સ્વજનોને કોરોનામાં ગુમાવી દેનાર 65 વર્ષીય વૃદ્ધાએ વહેલી સવારે 9માં માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.

ભટારના વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય ચંદ્રકાંતાબેન દિનેશભાઇ મિઠાનીએ સોમવારે સવારે 9માં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ મોકલ્યો હતો. પરિવારમાં પુત્ર સહિત ચાર લોકોના કોરોનામાં મોત થવાથી ચંદ્રકાંતાબેન સતત તણાવમાં રહેતા હતા. જેના પગલે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. બીજી તરફ મૃતક ચંદ્રકાંતાબેનના પતિ હદયરોગના દર્દી હોવાથી હાલમાં તેમની સ્થિતિ પણ ગંભીર છે.

કોરોનાએ પરિવારનો માળો વિખેરી નાખ્યો
ચંદ્રકાંતાબેનના પરિવારમાં છેલ્લાં 2 માસમાં કોરોનાને પગલે 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 12 એપ્રિલે વૃદ્ધાના 42 વર્ષના એકના એક પુત્રનું કોરાનાથી મોત થયું હતું. ત્યાર બાદ ચંદ્રકાંતા બેનના બહેન પણ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. એક મહિના પહેલાં ભત્રીજાની પત્નીનું પણ કોરોનાથી મોત થયું હતું. 15મી મેના દિવસે વૃદ્ધાના દિયર પણ કોરોનાનો ભોગ બન્યો હતો.

મલ્ટીપલ ઇન્જરીથી મોત થયું : તબીબ
ચંદ્રકાંતા બેનના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરનાર નવી સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો. નિશાચંદ્રે જણાવ્યું કે મૃતદેહ વિક્ષત થઇ ગયો હતો. મલ્ટીપલ ઇન્જરીના કારણે મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...