• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • An Old Man Who Died Of Corona 5 Months Ago In Surat Received A Message That He Had Been Vaccinated, Family Members Were Also Taken By Surprise

બેદરકારી:સુરતમાં 5 મહિના પહેલા કોરોનાથી મૃત્યુ પામનાર વૃદ્ધાને વેક્સિન લીધાનો મોબાઈલમાં મેસેજ આવ્યો, પરિવારના લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
88 વર્ષીય વૃદ્ધાને વેક્સિન મળી ગઈ હોવાનો 
મોબાઈલમાં મેસેજ અને સર્ટી ડાઉનલોડ થતા પરિવાર આશ્ચર્યમાં મૂકાઈ ગયું - Divya Bhaskar
88 વર્ષીય વૃદ્ધાને વેક્સિન મળી ગઈ હોવાનો મોબાઈલમાં મેસેજ અને સર્ટી ડાઉનલોડ થતા પરિવાર આશ્ચર્યમાં મૂકાઈ ગયું
  • પાંડેસરાની 88 વર્ષીય મહિલાની અંતિમક્રિયા કોવિડ ગાઈડલાઈન પ્રમાણે કરાઈ હતી

સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન કામગીરીમાં અગ્રેસર છે. સુરત મનપા દ્વારા અત્યારસુધી 98.28 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે યોજાયેલા વેક્સિનેશનના મહા અભિયાનમાં પણ સુરત કોર્પોરેશનની કામગીરી નોંધનીય રહી હતી. પણ એ નવી વાત નથી કે, વેક્સીન લીધા વિના જ સર્ટિફિકેટ મળી જાય છે. આવી તો અસંખ્ય ફરિયાદો સુરત મનપાના આરોગ્ય વિભાગ પાસે પણ આવી રહી છે.ત્યારે એક કોરોનામાં 5 મહિના પહેલા મોતને ભેટેલી 88 વર્ષીય વૃદ્ધાને વેક્સિન મળી ગઈ હોવાનો રજીસ્ટર્ડ મોબાઈલમાં મેસેજ અને સર્ટી ડાઉનલોડ થતા પરિવાર આશ્ચર્યમાં મૂકાઈ ગયું હતું.

કોરોનામાં 5 મહિના પહેલા મોતને ભેટેલી 88 વર્ષીય વૃદ્ધાને વેક્સિન મળી ગઈ હોવાનો મેસેજ મળ્યો છે.
કોરોનામાં 5 મહિના પહેલા મોતને ભેટેલી 88 વર્ષીય વૃદ્ધાને વેક્સિન મળી ગઈ હોવાનો મેસેજ મળ્યો છે.

ફુલ્લી વેક્સિનેટેડનો મેસેજ આવ્યો
શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા સાંઈ વાની નામની મહિલાના સાસુ કસ્તુરબા વાનીનું પાંચ મહિના પહેલા જ કોરોના નો પહેલો ડોઝ લીધા બાદ ચાર દિવસ પછી મૃત્યુ થયું હતું. જોકે પાંચ મહિના પછી મૃત સાસુને વેક્સિનનો બીજો ડોઝ મળવાનો મેસેજ આવતા તેઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. બીજા ડોઝ માટે કોર્પોરેશનના ફોન આવતા તેઓએ સાસુનું મૃત્યુ થઇ ચૂક્યું હોવાનું પણ વારંવાર જણાવ્યું હતું. તેમ છતાં પાંચ મહિના પછી તેઓ ફુલ્લી વેક્સિનેટેડ થઇ ગયા હોવાનો મેસેજ આવતા તેઓ પણ ચોંકી ગયા છે.

સોશિયલ મીડિયામાં પણ આ બેદરકારી સામે સવાલો ઉઠ્યાં છે.
સોશિયલ મીડિયામાં પણ આ બેદરકારી સામે સવાલો ઉઠ્યાં છે.

પરિવારે કહ્યું, આ ગંભીર બેદરકારી છે
સાંઈ વાનીનું કહેવું છે કે, કોર્પોરેશનની આટલી બેદરકારી કઈ રીતે હોય શકે. જે તેમને મૃત વ્યક્તિ વિષે જણાવવા છતાં પણ વેક્સિનના બંને ડોઝ મળી ગયા હોવાનો મેસેજ કરી શકે. શું આંકડામાં આગળ બતાવવાની હરીફાઈ છે તે સમજાતું નથી. કોર્પોરેશન દ્વારા આ પ્રકારની ગંભીર ભૂલો સામે આવી તે સારી બાબત નથી. માત્ર પોતાની કામગીરી બતાવવા માટે મોટા આંકડા કાગળ ઉપર બતાવવા માટે જાણે હોડ લાગી હોય તેવું લાગે છે.

મૃતક વૃદ્ધાના પરિવારે પણ સવાલો ઉઠાવ્યાં છે.
મૃતક વૃદ્ધાના પરિવારે પણ સવાલો ઉઠાવ્યાં છે.

વેક્સિન બાકી હોવા છતાં મેસેજ આવ્યો
બીજા એક કિસ્સામાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવક કે જેણે હજી વેક્સિન લેવાની બાકી છે.તેના મોબાઈલ નંબર પર જમ્મુ કાશ્મીરની એક યુવતીએ વેક્સિન લઇ લીધો હોવાનો મેસેજ મળતા તે પણ આશ્ચર્યમાં મુકાયો છે. તેનું કહેવું છે કે, તે ડિસેમ્બર મહિનામાં વેક્સિન લેવા માટે એલિજેબલ થાય છે. પણ હવે કોઈએ તેના મોબાઈલ નંબર વાપરીને વેક્સિન લઇ લીધી છે. જેથી હવે તેને વેક્સિન મળશે કે કેમ તે એક સવાલ છે. જોકે ઓટીપી વગર આ શક્ય કેવી રીતે બન્યું તે પણ એક સવાલ છે.

ટેક્નિકલ કારણોથી આવું થાય છે-પાલિકા
કોર્પોરેશનના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે આ પ્રકારની ઘણી ફરિયાદો અમારી સામે પણ આવી છે. જેનો અમે ખૂબ જ ગંભીરતાથી ઉકેલ લાવી રહ્યા છે. સમગ્ર શહેર રાજ્ય અને દેશમાં વેક્સિનેશન મહાઅભિયાન ખૂબ જ મોટા અને વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યું છે. ઘણી વખત ટેકનિકલ કારણોને લીધે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમારા ધ્યાન પર આવતા જ અમે તેને સુધારી લેવાનો પ્રયાસ કરીએ છે. પરંતુ આવી કોઈ ટેકનીકલ ખામીને કારણે કોઈ પણ વ્યક્તિને વેક્સિનનો ડોઝ લેવામાં મુશ્કેલી આવશે નહીં. અને અમે સતત પ્રયાસ કરી રહ્યા છે કે, આ પ્રકારની ટેકનીકલ ખામીઓ ન સર્જાય.