ક્રાઇમ:કતારગામમાં બાઇક ચાલકે અડફેટમાં લેતા વૃદ્ધનું મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક બાઇક પર પોટલો લઈને જતો હતો

કતારગામમાં કાસાનગર નજીક સાડીના પોટલા સાથે પસાર થતા બાઇકચાલકના પોટલામાં સાઈકલનું હેન્ડલ ફસાઈ જતા ફંગોળાઈને પડી ગયેલા સાઇકલ સવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અમરોલી કોસાડ આવાસમાં રહેતા 58 વર્ષીય મહેશ નટવરભાઇ નાહક લુમ્સ કારખાનામાં માસ્ટર હતા. ગઇ તા.15 ડિસેમ્બરે રાત્રે કતારગામ જૂની જીઆઇડીસી ખાતે તેના જૂના કારખાનામાં તેઓ પગાર લેવા માટે સાઇકલ પર ગયા હતા. જ્યાંથી પગાર લઇ તેઓ કાસા નગર ખાતે પાનના ગલ્લા વાળા પાસે ઉભા રહી તેમના કોઇ મિત્ર સાથે વાત કરી રહ્યા હતા.

દરમિયાન બાઇક ઉપર સાડીના પોટલા લઇને જતા બાઇક સવારના સાડીના પોટલામાં મહેશની સાઇકલનું સ્ટેરીંગ ફસાઇ જતા તેઓ સાઇકલની સાથે સાથે ફંગોળાઇ ગયા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા મહેશને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું શુક્રવારે રાત્રે મોત નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...