તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • An Old Man Was Bitten By A Snake On A Farm In Umbel Village Of Kamarej, The Family Came To The Hospital With The Old Man With A Dead Snake

સર્પદંશ:કામરેજના ઉંભેળ ગામે ખેતરમાં વૃદ્ધાને સાપનું બચ્ચું કરડ્યું, પરિવાર વૃદ્ધાની સાથે મૃત સાપના બચ્ચાને લઈ હોસ્પિટલ આવ્યું

સુરત19 દિવસ પહેલા
મરેલા સાપને સિવિલમાં લાવવામાં આવતાં તબીબો પણ ચોંકી ઉઠ્યાં હતાં.
  • ડોક્ટરને બતાવવા માટે સાપના મૃત બચ્ચાને લવાયાનું પરિવારજનોએ કહ્યું

કામરેજ નજીક આવેલા ઉંભેળ ગામની સીમમાં ખેતરમાં કામ કરતાં એક વૃદ્ધ મહિલાને રસેલ વાઈપર સાપના બચ્ચાએ દંશ દીધો હતો. સર્પદંશ થતાં જ વૃદ્ધાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસમાં કામ કરતાં શ્રમિકો દોડી આવ્યાં હતાં. બાદમાં તમામે ભેગા મળી સાપના બચ્ચાને મારી નાખ્યું હતું. બીજી તરફ વૃદ્ધાને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સાથે જ મૃત સાપના બચ્ચાને પણ તબીબોને બતાવવા માટે લવાયું હતું. શ્રમજીવી ફકીર રાઠોડે જણાવ્યું હતું કે, હાલ મારી પત્નીની તબિયત સાધારણ હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવતાં મહિલાની હાલત સ્થિર છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવતાં મહિલાની હાલત સ્થિર છે.

સાપના બચ્ચાને મારી નાખ્યું
ફકીરભાઈ રાઠોડ (વૃદ્ધ મંજુબેન ઉ.વ. 65 ના પતિ) એ જણાવ્યું હતું કે, ખેત મજૂરી કરી બે બાળકો સાથે પેટિયું રડી ખાઈએ છીએ. રોજિંદાની જેમ આજે પણ ગામથી થોડે દૂર મજૂરી કામે ખેતરમાં ગયા હતાં. પત્ની મારાથી થોડે દૂર ઘાંસ કાપી રહી હતી. અચાનક બૂમાબૂમના અવાજ આવતા તમામ સાથી મજૂરો સાથે દોડીને ગયા હોતો. એક સાપનું બચ્ચું ત્યાંથી જતું હતું. સાથી મજૂરોએ સાપના બચ્ચા મારી નાખ્યું હતુ.

મૃત રસેલ વાઈપરના બચ્ચાને સિવિલ હોસ્પિટલમાં લવાયું હતું.
મૃત રસેલ વાઈપરના બચ્ચાને સિવિલ હોસ્પિટલમાં લવાયું હતું.

ડોક્ટર્સ પણ ચોંકી ગયા
સર્પદંશની અસર થાય એ પહેલાં મેં મરેલા સાપના બચ્ચાને પ્લાસ્ટિકની થેલીમાં નાંખી ખીસ્સામાં લઈ તત્કાલિક પત્નીને સાપ સાથે સિવિલ આવી ગયો હતો. જ્યાં ડોક્ટરોએ પૂછ્યું ક્યાં સાપે ડંખ માર્યો છે. એટલે મેં સાપનું બચ્ચું બતાવ્યું હતું. જોકે મૃત સાપના બચ્ચાને જોઈ ડોક્ટરો ચોંકી ગયા હોવાનું ફકીરભાઈએ વધુમાં જણાવ્યું હતું. ફરજ પરના તબીબે કહ્યું હતું કે, હાલ સિવિલમાં મંજુબેનની સારવાર ચાલી રહી છે અને તબિયત સારી છે.