મદદ:ગોપીપુરામાં રૂમમાં બંધ થયેલા વૃદ્ધાને ફાયરટીમે બહાર કાઢી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધા બીજા માળે ગાઢનિદ્રામાં સૂઈ ગયા હતા

ગોપીપુરામાં વૃદ્ધા બીજા માળે રૂમ લોક કરી સુઈ ગયા હતા. પરિવારે કલાક સુધી દરવાજો ખખડાવવા છતા ગાઢ ઉંઘમાં સુતેલા વૃદ્ધાએ અંદરથી કોઈ પ્રતિસાદ ન આપતા પરિવારે કશુંક અમંગળ બન્યાની આશંકાને પગલે ફાયરબ્રિગેડની મદદ લીધી હતી. આખરે ફાયરબ્રિગેડે સિડીની મદદથી રૂમમાં પ્રવેશી દરવાજો ખોલતા વૃદ્ધા ગાઢ નિંદ્રાધીન મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

ગોપીપુરા કાજીના મેદાન ખાતે મહાવીર કોમ્પલેક્સમાં રહેતા હિનાબેન ઠક્કર(62)શનિવારે રાત્રે બીજા માળે ફ્લેટમાં રૂમનો દરવાજો લોક કરી સુઈ ગયા હતા. રાત્રે પરિવારે દરવાજો ખખડાવતા વૃદ્ધાએ અંદરથી કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો. અડધો કલાક સુધી પરિવારે દરવાજો ખખડાવ્યા બાદ પણ કોઈ પ્રતિસાદ ન મળતા કશુંક અમંગળ થયાની આશંકાને પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સીડીની મદદથી બાલ્કનીમાંથી રૂમમાં પ્રવેશી ફાયરજવાને દરવાજો ખોલ્યો હતો.

દરવાજો ખોલતાની સાથે પરિવાર રૂમમાં દોડી ગયો હતો. જોકે વૃદ્ધા રૂમમાં ગાઢનિદ્રામાં હોવાનું સામે આવ્યું હતું. પરિવારે રૂમમાં પ્રવેશ્યા બાદ વૃદ્ધાને જગાડ્યા હતા અને ત્યાર બાદ હાશકારો અનુભવ્યો હતો.જો કે, વૃદ્ધા બીજા માળે ગાઢનિદ્રામાં સૂતી હતી જેથી પરિવારે દરવાજો ખખડાવતા કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...