આયોજન:વરિયાવમાં 4 કરોડ લિટર પાણીની ક્ષમતાવાળો ઇન્ટેકવેલ બનાવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વિસ્તારોમાં 2037ની વસ્તીને ધ્યાનમાં રાખી પાલિકાનું આયોજન
  • રાંદેર, ન્યુ કતારગામ, અઠવાના19 લાખ લોકોને લાભ, 215 કરોડ ખર્ચાશે

ઇન્ફ્રા રિપોર્ટર.સુરતઃ હદ વિસ્તરણ બાદ અઠવા, રાંદેર અને ન્યૂ કતારગામ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોની વર્ષ 2037ની વસ્તીની પાણીની માંગને પહોંચી વળવા માટે વરિયાવમાં 40 કરોડ લિટર (400 MLD) ક્ષમતાનો ઈન્ટેકવેલ અને જહાંગીરપુરામાં 25 કરોડ લીટર (250 MLD)નો પ્લાન્ટ નંખાશે.

શહેરના હદવિસ્તરણ બાદ અઠવા, રાંદેર સાથે ન્યુ કતારગામ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોની 2037ની 19 લાખની વસ્તીને ધ્યાને રાખી પાણી પુરવઠાની માંગને પહોંચી વળવા વરીયાવમાં 400 MLD ક્ષમતાનો ઇન્ટેકવેલ, ટી.પી સ્કીમ નં 46 જહાંગીરપુરામાં એફ.પી 105માં સબ સેન્ટર તરીકેના રીઝર્વેશન હેઠળની જગ્યામાં 250 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બુસ્ટર હાઉસ સહિત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન, રો-વોટર ટ્રાન્સમીશન લાઇન નખાશે. પ્રોજેક્ટ 5 વર્ષના ઓપરેશન મેઇનટેઇન્સ સાથે 215 કરોડનો ખર્ચ થશે. જેના અંદાજ મંજૂરી માટે પાણી સમિતિમાં કામ રજૂ કરાયું છે.

આ વિસ્તારોને ભવિષ્યમાં લાભ થશે
અઠવા ઝોનમાં સમાવિષ્ટ આભવા, ખજોદ, ભીમપોર, સુલતાનાબાદ, સરસાણા, ભીમરાડ, ગવિયર, ભરથાણા, વેસુ, રૂંઢ, મગદલ્લા, વાંટા, સુડા ટાઉનશીપ, કાંદી ફળિયા, ડુમસ, રાંદેર ઝોનમાં સમાવિષ્ટ પાલ, પાલનપોર સાથે નવા સમાવિષ્ટ ભાટપોર, ભાઠા, ઇચ્છાપોર, ભેંસાણ, ચીચી, વિહેલ, વણકલા, ઓખા, અસારમા, કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સેગવા-સ્યાદલા, વસવારી, ગોથાણ, ભરથાણા, કોસાડ, ઉમરા.

બરાજમાં 5 વર્ષ નીકળે એમ હોય વચગાળાનું આયોજન
બરાજ બનાવવામાં અંદાજિત 5 વર્ષથી વધુનો સમય થાય તેમ છે. હાલમાં સરથાણા વોટર વર્કસથી અલથાણા, વેસુ-1, વેસુ-2, ભીમરાડ, આભવા, ડુમસ વિસ્તારોમાં અંદાજિત 110 એમએલડી જથ્થો તથા રાંદેર વોટર વર્કસથી પાલ જળવિતરણ મથક ખાતે 50 એમએલડી જથ્થો પુરો પડાય છે પણ પાણી પુરવઠાનો જથ્થો આગામી સમયમાં ખુબ અપુરતો જણાતા વચગાળાના વર્ષ 2037 સુધીનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...