ખાતરનો ઉપયોગ:ખાતરમાં 50 કિલોએ 265ના વધારાથી 20 ટન ખેતપેદાશ પર રૂ. 55 ખર્ચ વધશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ.ગુજરાતમાં દર વર્ષે 50 હજાર ટન ખાતરનો ઉપયોગ
  • ભાવવધારાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં પણ વધારો થશે

સરકાર દ્વારા ખાતરના ભાવમાં 50 કિલોએ રૂ. 265ના વધારો કરવામાં આવતા ખેતપેદાશનો ખર્ચ ઊંચે જતા ખેડૂતોની મુશ્કેલીમાં આગામી દિવસોમાં વધારો થશે. એક તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ખાતરના ભાવમાં પણ વધારો કરાયો છે. જેના કારણે ખેડૂતોને ખેતપેદાશમાં ખર્ચ ‌વધશે. ખાતરના ભાવમાં 265 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલ શાકભાજી સહિતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે.

સરકાર દ્વારા ખાતરના ભાવમાં 265 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે દર વર્ષે 50 હજાર ટન જેટલા ખાતરનો ઉપોયગ કરવામા્ં આવશે. એક વિંઘા ખેતીમાં 4 ગુણ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખેડુતોને એક વિંઘા ખેતી કરવામાં 160 રૂપિયાનો ખર્ચ વધશે. જ્યારે 20 ટન ખેતી પેદાશ પર 55 રૂપિયાનો ખર્ચ વધશે. ઈફકો એનપીકે 10/26/26 ખાતરનો ભાવ 1175 રૂપિયા હતો જે વધારીને 1440 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે ઈફકો એનપીકે 12/32/16 ખાતરનો ભાવ 1185 રૂપિયા હતો જે હવે 1450 રૂપિયા કરવામાં આવ્યો છે.

સબસિડીમાં વધારો કરાય તો રાહત થઇ શકે
સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવાના પગલે ખેડૂતોને થનારી અસર અને તેના ઉકેલ બાબતે ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશ દેલાડે જણાવ્યું હતું કે, ‘ખાતરના ભાવમાં વધારો થવાના કારણે ખેડૂતોને ખેતપેદાશ ખર્ચમાં વધારો થશે પરંતુ આ ભાવવધારાની અસરને ડામવા માટે જો સરકાર દ્વારા ખાતરના ભાવમાં વધારે સબસિડી આપવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે છે.’

અન્ય સમાચારો પણ છે...