પાલિકા કમિશનરે રોડ કિનારે ન્યુસન્સરૂપ ખાણી-પીણીના લારી-ગલ્લા દૂર કરવા કવાયત આદરી છે ત્યાં શાસકોએ આ માટે દરેક ઝોનમાં ઓછામાં ઓછાં 2 પ્લોટ શોધી ત્યાં ટ્રાયલ બેઝ પર બેસવાની વ્યવસ્થા કરવા વિચારણા રજૂ કરી હતી. પાલિકાના પ્લોટ પર ફૂડ જેવી વ્યવસ્થા કરી લારી-ગલ્લા વાળાઓ પાસેથી ચાર્જ વસુલી નવી આવકના સ્ત્રોત વધારવા માટે પણ સૂચન મુકાયા હતાં.
સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે કહ્યું કે, ઝોન વિસ્તારમાં બે-બે પ્લોટ આઇડેન્ટીફાય કરવા જોઇએ. જ્યાં ઝીરો દબાણ રોડ પરના ખાણી-પીણીના લારી-ગલ્લા વાળાને ટ્રાયલ બેઝ પર બેસાડી ચાર્જ પેટે ચોક્કસ રકમ વસુલ લેવામાં આવે તો પાલિકાના આવકના સ્ત્રોત વધી શકે છે. આ અંગેની વિચારણા રજૂ થતાં તમામ ઝોનના અધિકારીઓએ તથા ટાઉન પ્લાનિંગ વિભાગે પણ સ્થિતિ પર પરિણામલક્ષી કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. શહેરમાં ખાણી-પીણી માટે કેટલાક વિસ્તારોમાં ભરાતા લારી-ગલ્લાના ફૂડ બજાર ખુબ વખણાઇ છે.
એટલું જ નહીં હોટલ-રેસ્ટોરેન્ટથી વધુ લારી-ગલ્લાના ફૂડ બજારોમાં ભીડ વધુ દેખાતી હોવાથી વિસ્તારોમાં દબાણ તેમજ ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોવાથી ઝીરો દબાણ રૂટના બજારોને ચોક્કસ પ્લોટ પર સ્થળાંતર કરાય તો સ્વાદ રસીકો માટે પણ સુવિધા જનક ખાણી-પીણી સ્પોટ મળી રહેશે, આ સાથે જ લારી-ગલ્લાના દબાણથી થતા ટ્રાફિક જામની સમસ્યાથી પણ મહદ્અંશે મુક્તિ મળી શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.