ધરપકડ:વેસુમાં એન્જિનિયર વિદ્યાર્થીએ પ્રેમિકા સાથે ભાગવા વૃદ્ધને એરગન બતાવીને કાર લૂંટી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કશ્યપ ભેસાણીયા - Divya Bhaskar
કશ્યપ ભેસાણીયા
  • કાનપુર ભાગવાની ફિરાકમાં હતાં, નવસારીથી પકડાયાં, 2.26 લાખ મળ્યા
  • દીકરો દવા લેવા ગયો ત્યારે વૃદ્ધ પિતાને ધમકાવી કાર લૂંટી હતી

વેસુમાં કોલેજીયન યુવકે પ્રેમિકાને કાનપુર ભગાડી જવા વેપારીના પિતાને એરગનથી ધમકાવી કારમાંથી બહાર ફેંકી દઈ કારની લૂંટ કરી નાસી ગયો હતો. પોલીસે સીસીટીવી આધારે નવસારી ટોલનાકા પરથી યુવકને પ્રેમિકા સાથે ઝડપી લીધો હતો. પ્રેમિકાને યુવકે મિત્રની કાર હોવાનું કહ્યું હતું.

વેસુ જોલી રેસીડન્સીમાં રહેતા કાપડ વેપારી મનોજ કપૂરચંદ જૈન 21મી તારીખે સવારે પિતાની તબિયત સારી ન હોવાથી ડોકટરને બતાવી ઘરે આવી રહ્યા હતા. ત્યારે વેસુ આગમ આર્કેડ પાસે મનોજભાઈ પિતાને કારમાં બેસાડી દવા લેવા ગયા હતા ત્યારે એક યુવકે ડ્રાઇવરની સીટ પર બેસી એરગનથી વૃદ્વને ધમકાવી કહ્યું કે ‘તુ ઉતર જા નહિ તો ઠોક દુગાં’ કહી કાર રિવર્સ લઈ વૃદ્વને ધક્કો બહાર ફેંકી કાર લઈ ભાગી ગયો હતો.

ક્રાઇમબ્રાંચે સીસીટીવીના આધારે તપાસ કરતા નવસારી હાઇવે તરફ ભાગતા જોઈ પોલીસને જાણ કરતા નવસારી ટોલ પ્લાઝા પરથી યુવક-યુવતીને પકડી લીધા હતા. પૂછપરછમાં કોલેજીયન યુવકનું નામ કશ્યપ ભાવેશ ભેસાણીયા(19)(રહે.સરગમ સોસા, પુણા)હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર, એરગન, લેપટોપ અને રોકડ 2.26 લાખ કબજે કરી હતી. કશ્યપે એરગન ઓનલાઇન મંગાવી હતી.

વિદ્યાર્થી કશ્યપ મહાવીર કોલેજમાં પહેલા વર્ષમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. પિતા હીરાના કારખાનામાં કામ કરે છે. યુવકે ગુગલમાં સૌથી સસ્તુ શહેર સર્ચ કરતા કાનપુર જણાતા તેઓ ત્યાં ભાગી જવાના હતા.

અન્ય સમાચારો પણ છે...