તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મહિને 1.10 લાખનો પગારદાર ઈજનેર રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપાયો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિજ્ઞેશ મોદી - Divya Bhaskar
જિજ્ઞેશ મોદી
  • રાંદેર ઝોનમાં ડ્રેનેજ વિભાગની ઓફિસમાં એસીબીની ટ્રેપ
  • 120 ફલેટોના ડ્રેનેજ મંજૂર કરવા જિજ્ઞેશ મોદીએ લાંચ માંગી હતી

સુરત મહાનગરપાલિકાના રાંદેર વેસ્ટ ઝોનમાં ડ્રેનેજ વિભાગની ઓફિસમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતો જિજ્ઞેશ નટવરલાલ મોદી 15 હજારની લાંચમાં એસીબીના જાળમાં ફસાયો છે. લાંચીયા આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીનો મહિને 1.10 લાખનો પગાર હોવા છતાં કોન્ટ્રાકટર પાસેથી ડ્રેનેજના જોડાણ મજૂર કરવા માટે 15 હજારની લાંચ છેલ્લા એક અઠવાડિયાથી માંગતો હતો. આથી કંટાળી પ્લમ્બીંગ કોન્ટ્રાકટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. રાંદેર વેસ્ટ ઝોનની ડ્રેનેજ વિભાગની ઓફિસમાં ગુરુવારે એસીબીના સ્ટાફે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીને 15 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયો હતો.

જિજ્ઞેશ મોદીએ લાંચની રકમ ખિસ્સામાં મુકતાની સાથે એસીબીની એન્ટ્રી પડતા તેનો પસીનો છુટ્ટી ગયો હતો. એસીબીએ મોડીસાંજે પાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ નટવરલાલ મોદી(50)(રહે,મારૂતિ રો હાઉસ,હનીપાર્ક રોડ,અડાજણ)ની સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આસિસ્ટન્ટ ઈજનેરના નોકરીના 8 વર્ષ બાકી છે.

120 ફલેટો પૈકી એક ફલેટના 150 રૂપિયા નક્કી કરી 18 હજારની લાંચ માંગી હતી
જહાંગીરપુરામાં બિલ્ડરનો એક હાઇરાઇઝ પ્રોજેકટ છે. જેમાં 120 ફલેટ છે. હાઇરાઇઝ પ્રોજેક્ટમાં ડ્રેનેજના જોડાણની કાર્યવાહી માટે રાંદેર ઝોનની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. ડ્રેનેજ જોડાણો મંજૂર કરવા માટે પાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીએ એક ફલેટ દીઠ 150 રૂપિયા લેખે 18 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેમાં રકઝક બાદ અંતે 15 હજારની રકમ આપવાનું નક્કી થયું હતું.

અન્ય સમાચારો પણ છે...