તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોર ઝડપાયો:સુરતમાં દુકાન બંધ થયા બાદ સંતાઈને 1.63 લાખના મોબાઈલ ચોરનાર કર્મચારી ઝડપાયો

સુરત21 દિવસ પહેલા
દુકાન સિવાયના CCTVમાં આરોપી ઝડપાઈ ગયો હતો.
  • કર્મચારી શેઠને જાણ કર્યા વગર વતનથી આવીને દુકાનમાં સંતાઈ ગયો હતો

સુરતના ઈચ્છાપોરમાં મોબાઈલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે.વતનથી પરત આવ્યાની જાણ શેઠને કર્યા વિના ગ્રાહકોની ભીડ વચ્ચે ગુપચુપ દુકાનમાં સંતાઇ જઇ બંધ થયા બાદ રોકડ અને મોબાઇલ ફોન સહિત 1.63 લાખની મતા ચોરી જનાર નોકરને પોલીસે ઝડપી લીધો હતો. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરવાની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરીછે.
પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરીછે.

CCTVના વાયર પણ છૂટા કરી દીધેલા
ઇચ્છાપોર બસસ્ટેન્ડ-3 પાસે કલ્પતરુ જનરલ સ્ટોર્સના માલિક પુખરાજ ગણેશમલ જૈન ગત ગુરુવારે સવારે દુકાન ખોલી હતી. ત્યારે ડ્રોઅરમાંથી રોકડા 80 હજાર અને 83થી વધુની કિંમતના સાત મોબાઇલ ફોન ચોરી થઇ ગયાનું જણાઇ આવ્યું હતું. દુકાનનું તાળું તોડ્યા વિના થયેલી ચોરી તથા સીસીટીવીનો વાયર પણ અંદરથી છૂટો હોય જાણભેદુનું કારસ્તાન લાગ્યું હતું. દુકાનના ફૂટેજ ચેક કરતાં રાત્રે 8. 18 કલાકે લાલ ટી-શર્ટ અને ચહેરા ઉપર રૂમાલ બાંધીને આવેલો શખ્સ દુકાનમાં ગ્રાહકોની ભીડ વચ્ચે અંદર આવતો અને અગાસી તરફ જતો દેખાઇ આવ્યો હતો.

દુકાનનો જ કર્મચારીએ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.
દુકાનનો જ કર્મચારીએ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.

ચોરી કરી વતન જતો રહેલો
સોસાયટીના કેમેરામાં લાલ શર્ટ પહેરીને આવતો શખ્સ ખુલ્લા ચહેરે હતો અને તે તેમની દુકાનમાં કાઉન્ટર સંભાળતો શ્રવણકુમાર પ્રેમારામ તેતરવાલા હોવાનું ઓળખાઇ ગયું હતું. નવમી ઓગસ્ટે તે મામાનું મૃત્યુ થયાનું કહી પાંચ દિવસની રજા લઇને વતન રાજસ્થાન ગયો હતો. 17મીએ તે આવીને હાથફેરો કરીને વતન જતો રહ્યાની બાતમીને પગલે પોલીસની ટીમ બાડમેર જિલ્લાના અંતરિયાળ ગામે રવાના કરવામાં આવી હતી.ઝડપાયેલા શ્રવણ પાસેથી ચોરીના રોકડા 80 હજાર અને 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. એક મોબાઈલ ફોન તેણે વેચી દીધી હતો. પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઇ ચોરીનો કારસો રચ્યો હોવાનું આ કેશિયરે જણાવ્યું હતું.