તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળા દિવસે ધાડ:સુરતના કડોદરા ચાર રસ્તા પર જ્વેલર્સની દુકાનમાં કર્મચારીને બંધક બનાવી દાગીનાની લૂંટ ચલાવાઈ

સુરતએક મહિનો પહેલા
લૂટારૂંઓ માસ્ક બાંધીને આવીને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.
  • ત્રણ અજાણ્યા લૂંટારૂઓ CCTVમાં ઝડપાતા પોલીસે તપાસ આદરી

સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા પર ધોળે દિવસે એસ જી જવેલર્સની દુકાન માંથી લૂંટ ની ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડની બાજુના સરદાર કોમ્પ્લેક્ષના S.G જવેલર્સની દુકાનને નિશાનો બનાવી લૂંટારૂઓ લાખો ના ઘરેણાં ની લૂંટ કરી ધોળે દિવસે ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જવેલર્સ શોપના નોકર ને બંધક બનાવી લાખો ની લૂંટ ચલાવનાર ત્રણ અજાણ્યા ઇસમોને પકડી પાડવા પોલીસે નાકાબંધી કરી હોવાનું જાણવા મળ્યું છે.

જ્વેલર્સમાં પહોંચીને લૂંટારૂઓએ કર્મચારીને બંધ બનાવી લૂંટ ચલાવી હતી.
જ્વેલર્સમાં પહોંચીને લૂંટારૂઓએ કર્મચારીને બંધ બનાવી લૂંટ ચલાવી હતી.

માર મારી લૂંટ ચલાવાઈ
સુરત જિલ્લાના કડોદરા વિસ્તાર માં ભર દિવસે લૂંટની ઘટના બનતા ચકચાર મચી હતી. કડોદરા નજીક આવેલ સરદાર કોમ્પ્લેક્સ માં એસ. જી. જવેલર્સ નામની દુકાનને લૂંટારુંઓએ નિશાન બનાવી હતી. વહેલી સવારે દુકાનનો નોકર દુકાનમાં સાફસફાઈ કરી રહ્યો હતો. તે સમયે એકાએક 3 થી 4 ઈસમો આવ્યા હતાં. નોકરને બંધક બનાવી ધિકા મુકકીનો માર મારી દુકાનમાં પ્રવેશ્યા હતાં. દુકાનમાં પ્રવેશી તોડફોડ કરી ઘરેણાંની લૂંટ કરી હતી. લૂંટની ઘટના CCTVમાં પણ કેદ થવા પામી હતી.

પોલીસે લૂંટ બાદ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પોલીસે લૂંટ બાદ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

માસ્ક બાંધી લૂંટારૂ આવેલા
સુરત જિલ્લા માં ગુનેગારોને પોલીસનો ખોફ રહ્યો અને દિન દહાડે મોટી લૂંટને અંજામ આપી રહ્યા છે.CCTVમાં દેખાતા દ્રશ્યોમાં જોઈ શકાય છે. મોઢે ફેસ માસ્ક બાંધી ગુજરાત ભાષામાં બોલતા લૂંટારુંઓએ લૂંટ ચલાવી હોવાનું જણાયું હતું. બનાવ સંદર્ભે કડોદરા પોલીસ તેમજ જિલ્લા એલ સી બી તેમજ એસ ઓ જી સહિત ની પોલીસ ની વિવિધ ટિમો કામે લાગી છે. દુકાનમાં લગાવેલ CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. જોકે અંદાજ મુજબ 8 લાખથી વધુ ના દાગીના ની લૂંટ થયાં હોવાની આશંકા દેખાય રહી છે.