તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સ્ટિંગ ફોલોઅપ:ટોસિલિઝુમેબ 2.30 લાખમાં વેચવાના કેસમાં અમૃતમ હોસ્પિટલના કર્મચારીને પકડી પાડ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજય કુંભાણીને ઇન્જેક્શન આપનાર આરોપીની RT-PCR ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરાશે
  • પકડાયેલો પંકજ રામાણી પરવટની હોસ્પિટલમાં ઓક્સિજન બાટલાની હેરફેર કરે છે

અઠવાગેટની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની મેડિકલ ઓફિસર ડો.હેતલ કથિરિયાની ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડમાં વધુ એકને ઉમરા પોલીસે પકડી પાડ્યો છે. પકડાયેલા શખ્સનું નામ પંકજ રામાણી છે. પંકજનો RT-PCR ટેસ્ટ કરાવી શુક્રવારે પોલીસ ધરપકડ કરી શકે છે. વધુમાં પોલીસે જણાવ્યું કે પંકજ રામાણી પરવટ પાટિયાની અમૃતમ હોસ્પિટલમાં ઓકિસજનના બાટલા લાવવા-મુકવાનું કામ કરે છે.

આગામી દિવસોમાં વધુ એક ડોક્ટરની સંડોવણી પણ બહાર નીકળી શકે તેવી શક્યતા છે. ગત 28મી એપ્રિલે વિજય કુંભાણીએ ટ્રાઇસ્ટાર હોસ્પિટલની ડોક્ટર હેતલ કથિરિયાના રેફરન્સથી જે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન 2.30 લાખની રકમ લઈ આપ્યું હતું. તે ઇન્જેક્શન વિજય કુંભાણી મારફતે પેશન્ટના સગાને અપાયું હતું. ઇન્જેક્શન પર વિજયને 80 હજાર મળ્યા હતા. જેમાંથી વિજયે ડો. હેતલને ભાગ આપ્યો હતો. આ પ્રકરણમાં ડોક્ટરની સંડોવણીની શંકાના આધારે પોલીસે તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

પોલીસે રિમાન્ડ ન માંગતા મયંક જરીવાલા અને વિજય કુંભાણી લાજપોર જેલ ભેગા
આરોપી વ્રજેશ મહેતાની તપાસમાં પકડાયેલા સુરત જનરલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના સંચાલક મયંક જરીવાલા અને વિજય કુંભાણીને ઉમરા પોલીસે ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે રિમાન્ડની માંગણી નહીં કરતા બન્ને આરોપીઓને કોર્ટએ લાજપોર જેલમાં ધકેલી દીધા હતા. જ્યારે શુક્રવારે ડોક્ટર હેતલ કથીરિયા અને વ્રજેશ મહેતાના રિમાન્ડ પુરા થવાના હોવાથી શુક્રવારે બન્નેને કોર્ટમાં રજૂ કરાશે. વધુ રિમાન્ડની પણ પોલીસ માંગણી કરી શકે તેવી શક્યતા છે.

આરોપી પંકજ રામાણીનો રોલ શું હતો
આરોપી પંકજ રામાણીએ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન વિજય કુંભાણીને આપ્યું હતું. જ્યારે પંકજને આ ઇન્જેક્શન એક ડોક્ટરે આપ્યું હોવાની આશંકા પોલીસને લાગી રહી છે.

ડો.હેતલના પિતા રસિક જેલ હવાલે
​​​​​​​‘દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશનમાં ઉજાગર થયેલાં ટોસિલિઝુમેબ કાળા બજાર કેસમાં આરોપી ડો.હેતલ કથિરિયાના પિતા રસીકને કોર્ટે જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. આરોપીના 3 દિવસના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં પોલીસે વધારાના રિમાન્ડની માંગ નહી કરતાં લાજપોર જેલ મોકલી આપવામાં આવ્યો હતો. 2.70 લાખમાં ટોસિલિઝુમેબ વેચતા પિતા રસિક રંગેહાથ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...