તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દવા લેવા સાયકલ પર જતાં વૃદ્ધને કાર ચાલકે અડફેટે લેતાં મોત થયું, દરવાજા પાસે કાળ ભેટી ગયો

સુરતએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • દવા મળે તે પહેલા કમેલા દરવાજા પાસે કાળ ભેટી ગયો

ડાયાબિટીસના કારણે ગેંગરીનના કારણે પગનો અંગુઠો ગુમાવ્યા બાદ જીવ બચાવવા માટે રેગ્યુલર ડાયાબિટીસની દવાઓ લેતા લાલદરવાજાના વૃદ્ધ બુધવારે  સવારે દવાઓ લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ જીવન બચાવવા માટેની દવા લેવા લોકડાઉનમાં નીકળેલા વૃદ્ધને રસ્તામાં કાર રૂપી કાળ ભેટી ગયો હતો. રીંગરોડ કમેલા દરવાજા પાસે પુરપાટ ઝડપે પસાર થતા કાર ચાલકે તેમને પાછળથી અડફેટમાં લેતા તેમનું ઘટના સ્થળે જ એરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

લાલ દરવાજા સ્વામીનારાયણની ચાલ ચન્દ્રલોક એપાર્ટમેન્ટ ખાતે રહેતા શામજીભાઈ નાનજીભાઈ પરમાર(82) છેલ્લા લાંબા સમયથી ડાયાબિટીસની બિમારીથી પિડાતા હતા. ડાયાબિટીસના કારણે તેમને પગના અંગુઠામાં ગેંગરીન થયું હોવાથી અંગુઠો પણ કાપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને રેગ્યુલર ડાયાબિટીસની દવાઓ લેવી પડતી હતી. હમેશા તેમનો પુત્ર તેમને બાઈક પર દવા લેવા માટે ખટોદરા ખાતે આવેલા સરકારી દવાખાનામાં દવા લેવા માટે લઈ જતો હતો. પરંતુ હાલમાં લોકડાઉન હોવાથી પોલીસની બીકના કારણે શામજીભાઈ પોતે બુધવારે સવારે સાયકલ લઈ દવા લેવા માટે દવાખાને જવા નીકળ્યા હતા. તેઓ રીંગરોડ કમેલા દરવાજા પાસે મસ્જીદે હિદાયતની સામેથી સાયકલ લઈ પસાર થતા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ઈકો કારના ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા. કાર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં શામજીભાઈ ગંભીર રીતે ઘયલ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર ચાલક  વિઠ્ઠલભાઈ નિરવતીભાઈ નિલેવાર(રહે. ક્રિષ્ણકુંજ, મંગલમપાર્ક સોસા. પીપલોદ જકાતનાકા) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો