તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:જમતી વેળા ચોકઠું તુટતા સોનગઢના વૃદ્ધ ત્રણ કૃત્રિમ દાંત ગળી ગયા, સર્જરીથી બહાર કઢાયા

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધને તાત્કાલિક સોનગઢથી સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી સર્જરી કરાઇ
  • કૃત્રિમ દાંતમાં રહેલા હુકના કારણે વૃદ્ધના ફેફસામાં પણ ગંભીર નુકસાન પહોંચ્યું

સોનગઢના એક વૃધ્ધનું જમતા સમયે દાંતનું ચોકઠું અચાનક તુટી જતા તેઓ તેમના કૃત્રિમ ચોકઠાનાં ત્રણ દાંત ગળી ગયા હતા. ત્યારબાદ વૃદ્ધની તબિયત લથડતા પરિવારજનો તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં સર્જરીનો ખર્ચ વધુ હોવાથી પરિવાર દ્વારા તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સર્જરી વિભાગના ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ડોકટરોએ હૃદયની નજીક છાતી પર સર્જરી કરી તેમની અન્નનળીમાં ફસાયેલા દાંત દૂર કર્યા હતા. જોકે કૃત્રિમ દાંતમાં રહેલા હૂકને લીધે વૃદ્ધના ફેફસામાં પણ નુકસાન થયું છે.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી માહિતી મુજબ સોનગઢના 60 વર્ષિય વૃધ્ધ જમતા હતા ત્યારે ચોકઠું તૂટી જતા તેમના કૃત્રિમ ચોકઠાના ત્રણ દાંત ગળી ગયા હતા. આ ઘટના બાદ પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા અને ઘર નજીકના ક્લિનિકમાં લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોએ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધુ હોવાથી પરિવાર તેમને નવી સિવિલમાં લઈ આવ્યો હતો. ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના તબીબે દર્દીની તપાસ કરી અને મદદનીશ પ્રોફેસર ડૉ. રોહન ગુપ્તાને જાણ કરી.

પ્રારંભિક પરીક્ષણમાં દાંત અન્નનળીમાં ફસાયા હોવાનું સામે આવ્યું હતું. તેમજ દાંતમાં હુંક હોવાને કારણે અન્નનળીને પણ નુકસાન થયું હતું. જેથી ડો.રોહને દર્દીને તાત્કાલિક ઓપરેશન કરવા જણાવ્યું હતું. આખરે ડો. રોહન અને અન્ય તબીબોએ વૃદ્ધ પર જટીલ ઓપરેશન કર્યું હતું. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલના ડોકટરોએ વૃદ્ધની છાતી ઉપર અન્નનળીમાંથી ડેન્ટલ ડેચર દૂર કર્યું હતું.

કૃત્રિમ દાંતના હુકને કારણે અન્નનળીમાં એક કાણું પડયું હતું. આને કારણે અનનળીમાં ત્રણ-ચાર ટાંકા લેવામાં આવ્યા છે. દર્દીની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તબીબોએ જણાવ્યું હતું કે આવી કામગીરી ખૂબ જ દુર્લભ છે. સામાન્ય રીતે બાળકો સિક્કા, નાની બેટરી, પિન વગેરે ગળી જતા હોવાના બનાવો આવે છે.

અન્ય સમાચારો પણ છે...