• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, An Elderly Lover Attacked His Girlfriend, Believing Her To Be Sitting With Another Young Man, The Elderly Man Was Killed In The Retaliatory Attack.

લિવ-ઈન રિલેશનશીપનો કરૂણ અંજામ:સુરતમાં પ્રેમિકા અન્ય યુવક સાથે બેઠી હોવાનું માની વૃદ્ધ પ્રેમીએ હુમલો કર્યો, વળતા હુમલામાં વૃદ્ધને મોતને ઘાટ ઉતારાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સચિન નજીક ઈકલેરા-ડિંડોલી રોડ પર આવેલા કોલસાના ગોડાઉનમાં કામ કરતા 70 વર્ષીય વૃદ્ધની શેરડીના ખેતરમાંથી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. રાત્રીના અંધારામાં લિવ-ઈનમાં રહેતી પ્રેમિકા અન્ય યુવક સાથે બેઠી હોવાનું માની વૃદ્ધ પ્રેમીએ યુવક પર લાકડાના ફટકાથી હુમલો કર્યો હતો. જોકે, યુવકે વૃદ્ધના હાથમાંથી ફટકો લઈ મારી દેતા મોત થયું હતું. જેથી તેની લાશને શેરડીના ખેતરમાં ફેંકી દીધી હતી.

લાશ શેરડીના ખેતરમાંથી મળી આવી
સચનિ નજીક ઈકલેરા ગામથી ડિંડોલી જવાના રોડ પર કોલસાના ગોડાઉનમાં છેલ્લા 20 વર્ષથી પ્રભુ રુમાલીયાભાઈ વસાવા (ઉ.વ.70) 50 વર્ષિય પ્રેમિકા સાથે રહેતો હતો. 3 દિવસ અગાઉ ભેદી સંજોગોમાં સડી ગયેલી હાલતમાં લાશ ગોડાઉનની બાજુના શેરડીના ખેતરમાંથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં પ્રભુભાઈને મલ્ટીપલ ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રભુભાઈ ગોડાઉન નજીકના ઝુપડામાં સૂતા હતા
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દિવાળી રાત્રે પ્રભુભાઈ ગોડાઉન નજીકના ઝુપડામાં સૂતા હતા. તેની સાથે 20 વર્ષથી લિવ-ઈનમાં રહેતી પ્રેમિકા અન્ય ઝુપડામાં સૂતી હતી. રાત્રે 11 વાગ્યા આસપાસ ગોડાઉનમાં કામ કરતો અને પ્રેમિકાનો હમવતની ઈશ્વર વસાવા નજીકના પલંગ પર અજાણી મહિલા સાથે બેઠો હતો.

વળતા હુમલામાં વૃદ્ધનું મોત થયું
ઉંઘમાંથી જાગી જનાર પ્રભુની નજર ઈશ્વર પર પડતાં ઈશ્વર પોતાની પ્રેમિકા સાથે બેઠો હોવાનું માની લાકડાના ફટકા વડે બંને પર હુમલો કર્યો હતો. જોકે, ઈશ્વરે લાકડાનો ફટકો છીનવી લઈ વળતો હુમલો કર્યો હતો. પ્રભુના માથામાં લાકડાનો ફટકો મારતા ત્યાં ઢળી પડ્યો હતો. ત્યારબાજ મોત થયું હોવાની જાણ થતા ઈશ્વરે પ્રભુની લાશને બાજુના ખેતરમાં ફેંકી દેતા સડી ગઈ હતી. 3 દિવસ બાદ જાણ થતા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપી ઈશ્વરની ધકપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...