સુરત:પાંડેસરામાં ભોજનાલયમાં કામ કરતાં વૃધ્ધ કર્મચારીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત3 વર્ષ પહેલા
ભોજનાલયના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ વૃધ્ધે આપઘાત કરી લીધો હતો.
  • ભોજનાલયના રૂમમાં જ રાત્રિ દરમિયાન આપઘાત
  • મૂળ કર્ણાટકના વૃધ્ધ 30 વર્ષથી કામ કરતાં હતાં

પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગુરુકૃપા ભોજનાલયમાં 65 વર્ષીય વૃધ્ધે આપઘાત કરી લીધો હતો. ભોજનાલયમાં કામ કરવાની સાથે સાથે ત્યાં જ રહેતા વૃધ્ધે પતરાના શેડની લોખંડની ઈંગલ સાથે કપડું બાંધીને રાત્રિના સમયે આપઘાત કરી લીધો હતો. આ અંગે ભોજનાલયના સંચાલકોએ પાંડેસરા પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

30 વર્ષથી ભોજનાલયમાં કામ કરતાં

મૂળ કર્ણાટકના બેંગાલૂરૂના વતની નારાયણ શેટ્ટી(ઉ.વ.આ.65)ના છેલ્લા 30 વર્ષથી ગુરૂકૃપા ભોજનાલયમાં કામ કરતાં હતાં. ગત મોડી રાત્રે ફાંસો ખાઈ લીધો હતો. જ્યાં રહેતા તે ભોજનાલયની ઓરડીમાં પતરાના શેડની નીચેની લોખંડની ઈંગલ સાથે કાપડનો ફાંસો બનાવીને નારાયણ શેટ્ટી લટકી જઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા શા માટે કરી તે અંગે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...