તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ડરામણું છે, પણ સત્ય છે:સુરતમાં રોજ સરેરાશ 240 મોત, સ્મશાનમાં જગ્યા ખૂટી; અંતિમવિધિ કરવા માટે મૃતદેહ બારડોલી લઈ જવા પડ્યા!

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
મારા કાકાનું મૃત્યુ થયું, 12 કલાકે પણ સુરત સ્મશાનમાં જગ્યા ન મળી. અંતે, બારડોલી લઈ જવા પડ્યા. - Divya Bhaskar
મારા કાકાનું મૃત્યુ થયું, 12 કલાકે પણ સુરત સ્મશાનમાં જગ્યા ન મળી. અંતે, બારડોલી લઈ જવા પડ્યા.
  • અશ્વિનીકુમાર સ્મશાનમાં સરેરાશ 112, કુરુક્ષેત્રમાં 75 અને ઉમરા સ્મશાનગૃહમાં 53 કોવિડ અને નોન-કોવિડ મૃતકોના અગ્નિસંસ્કાર થાય છે
  • વેઇટિંગ હોવાથી ટોકન શરૂ કરાયા, પ્રથમ દિવસે બારડોલીમાં 6 મૃતદેહની અંતિમવિધિ કરાઈ

સુરત શહેરમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે. પ્રથમ દિવસે છ મૃતદેહની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી.

અગ્નિદાહ આપવાનું વેઇટિંગ 10 કલાક
સુરતની સ્થિતિ એટલી હદે વણસી છે કે સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે અને પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ લિસ્ટ અત્યારસુધી બેથી ચાર કલાકનું હતું, પણ છેલ્લા બે દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો થયો છે અને આ વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું છે.

ઘરે સારવાર લેનારા દર્દીઓનાં વધુ મોત
એટલું જ નહીં, સૌથી ચિંતાજનક સ્થિતિ એ થઈ છે કે શહેરની હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયાં છે, જેથી કોરોના પોઝેટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ શકતા નથી અને ઘરે જ સારવાર લઈ રહ્યા છે, જેથી પણ મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે અને કેટલાક લોકો સામાન્ય તાવ, શરદી કે ખાંસીનાં લક્ષણો હોવાં છતાં ડરના માર્યા ટેસ્ટિંગ કરાવતા નથી અને ઘરે જ સારવાર લે છે. ઘરે સારવાર લેનારા આવા દર્દીઓનાં મૃત્યુમાં પણ વધારો થયો છે, જેમના અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલ પ્રમાણે થતા નથી. આવા દર્દીઓના નોન-કોવિડ ગણાતા હોવાથી તેમની સાથે પણ સ્વજનો આવે છે.

બુધવારે 6 મૃતકના અંતિમસંસ્કાર બારડોલીમાં કર્યા
જેને કારણે સાથેના લોકોમાં પણ ચેપ ફેલાવાનું પ્રમાણ ભયંકર રીતે વધી રહ્યું છે. સ્મશાનમાં કામ કરતા લોકોનું કહેવું છે કે નોન-કોવિડમાં અમે કેટલાક કિસ્સામાં બીમારીનું કારણ પૂછીએ ત્યારે સ્વજનો કહેતા હોય છે કે એક દિવસ તાવ આવ્યો હતો અને પછી મૃત્યુ થઈ ગયું છે. બુધવારે સુરતથી છ મૃતદેહ બારડોલી સ્મશાન ખાતે લઇ જવાયા હતા. મૃતકના સગા સુમિત ગામીએ જણાવ્યું હતું કે મારા કાકાનું સિવિલમાં મૃત્યુ થયું હતું. સુરત સ્મશાનમાં 10થી 12 કલાક રાહ જોવી પડી હતી. અંતે, બારડોલી લઇ જઇને અંતિમવિધિ કરી હતી.

કોર્ટમાં ફિઝિકલ હિંયરિંગ બંધ, લોકઅદાલત પણ મુલતવી
હાઇકોર્ટના નિર્દેશ બાદ સુરત જિલ્લા ન્યાયાલયમાં પણ 7થી 17 એપ્રિલ સુધી ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે તમામ કામગીરી ઓનલાઇન થશે. આ સાથે સુરત જિલ્લામાં કાર્યરત અદાલતોમાં તા. 10મી એપ્રિલ, 2021ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ આ લોકઅદાલત હવે આઠમી મે, 2021 સુધી મુલત્વી રાખવામાં આવી છે. આ ઉપરાંત ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. એ મુજબ કોર્ટ કર્મચારીઓ પણ રોટેશન મુજબ કામગીરી કરશે.

જેથી કોર્ટમાં ઓછોમાં ઓછો સ્ટાફ હાજર રહેશે. આ સાથે ન્યાયિક અધિકારીએ વિવેકબુદ્ધિ અનુસાર કોર્ટમાં સમાધાન માટે રાખવામાં આવેલી મેટર્સ ફિઝિકલી ચલાવી શકશે. વકીલો, પક્ષકારો, સાક્ષીઓ અથવા આરોપીઓની ગેરહાજરીમાં કેસમાં કોઈ વિરુદ્ધ ઓર્ડર કરવાના રહેશે નહીં

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો