સુવિધા:કમોસમી વરસાદથી પાકને થતું નુકસાન ઘટાડવા‘ઓટો વેધર સિસ્ટમ’ લગાવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત APMC દ્વારા પ્રથમ રિટેઈલ આઉટલેટનું ઉદ્દઘાટન કરાયું
  • ખેતરમાં જંતુનાશક દવાના છંટકાવ માટે ડ્રોન પદ્ધતિની બજેટમાં જોગવાઈ કરાઈ

કમોસમી વરસાદના કારણે થતું પાકના નુકસાનને ઘટાડવા રાજ્યના ગામે ગામ ‘ઓટો વેધર સિસ્ટમ’ લગાવવાનું આયોજન કરાયુંું છે.એપીએમસી દ્વારા પુણા કુંભારિયા રોડ પર એપીએમસીમાં દક્ષિણ ગુજરાતનું પ્રથમ રિટેલ આઉટલેટ અને સુમુલ પાર્લરનું ઉદ્દઘાટન કરાયું હતું. ઉંધિયા, ભીંડા, પરવર સહિતની સબ્જી, જ્યુસ કેરીનો રસ સહિત 25થી વધારે વસ્તુઓ અને સુમુલની પ્રોડક્ટનું વેચાણ કરાશે. આ રિટેલ આઉટલેટના ઉદ્દઘાટન પ્રસંગે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલે આ વાત કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, ‘સુરત એપીએમસી દ્વારા લીલા કચરામાંથી ગેસ બનાવવાનું કાર્ય સમગ્ર દેશની એપીએમસીમાં પ્રથમ વખત કરાયુંું હતું. રાજ્ય સરકારે વર્ષ 2022ના બજેટમાં ખેતરમાં જંતુનાશક દવાના ઝડપી છંટકાવ માટે ડ્રોન પદ્ધતિ અને કમલમ ફ્રુટનું ઉત્પાદન વધારવા ખાસ જોગવાઈ કરી છે. ઓટો વેધર સિસ્ટમમાં વરસાદના આગમનની આગોતરી જાણ ખેડૂતોને થતા ખેતી વધુ સુવિધાજનક બનશે અને નુકસાન અટકશે.

એપીએમસીના ચેરમેન રમણ જાનીએ કહ્યુંં કે, સુરત એપીએમસીમાં દર વર્ષે ખેડૂતો પાસેથી 600થી 800 ટન કેરી, અન્ય ફળો અને શાકભાજી જથ્થાબંધ ખરીદે છે. સંસ્થા તેમાંથી કેરીનો રસ, જુદા જુદા જ્યુસ,પલ્પ, કેરીનું અથાણું, ટોમેટો કેચઅપ અને ટોમેટો જામ જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન છેલ્લાં 3 વર્ષથી કરી રહી છે. એપીએમસી દ્વારા કૃષિપાક, ફળ અને શાકભાજીની ખરીદી સાથે મૂલ્યવૃદ્ધિ થવાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...