છેડતી:સુરતના લિંબાયતમાં સ્કૂલે જવા નીકળેલી વિદ્યાર્થિનીની રિક્ષા ચાલકે હાથ પકડી છેડતી કરી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લિંબાયત પોલીસે આરોપી ઓટો રીક્ષા ચાલક સામે ગુનો નોધી તપાસ આદરી

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી કિશોરી ગત રોજ સવારે ઓટો રિક્ષામાં સ્કૂલે જવા માટે નીકળી હતી, ત્યારે લિંબાયત નીલગીરી સર્કલથી તે ઓટો રિક્ષામાં બેસી પાંડેસરા પીયુષ પોઈન્ટ તરફ જવા માટે નીકળી હતી. ઓટો રીક્ષામાં અન્ય એક મહિલા અને પુરૂષ પણ હતાં. પરંતુ ત્યારબાદ એ બન્ને આગળ જતાં ઉતરી ગયાં હતાં. જેથી રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીનો હાથ પકડી તેણીની છેડતી કરી હતી. જેથી યુવતીએ બુમાબુમ કરતા તે રીક્ષામાંથી ઉતરી ભાગી ગયો હતો.બનાને પગલે કિશોરીના મામાએ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે છેડતીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

પેસેન્જર ઉતરી જતાં છેડતી
લિંબાયત વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગત રોજ કિશોરી ઘરેથી ચાલતા ચાલતા સ્કૂલે જવા માટે નીકળી હતી. કિશોરીએ લિંબાયત નીલગીરી સર્કલથી પાંડેસરા પીયુષ પોઈન્ટ સુધી જવા માટે ઓટો રિક્ષા ભાડે કરી હતી. કિશોરી જ્યારે ઓટો રિક્ષામાં બેઠી ત્યારે જ એક મહિલા અને પુરૂષ પણ બેઠા હતાં.જો કે આગળ જતાં તેમના ડેસ્ટિનેશન આવી જતાં બન્ને સ્ત્રી પુરૂષ ઉતરી ગયાં હતાં.બાદમાં કિશોરી એકલી જ રીક્ષામાં બેઠી રહી હતી.

એકલતાનો લાભ લેવા પ્રયાસ
આ તકનો લાભ લઈને રિક્ષા ચાલકે તેણીનો હાથ પકડી લીધો હતો. છેડતી કરવા લાગેલા રિક્ષા ચાલકથી બચવા માટે કિશોરીએ સમયસૂચકતા દર્શાવીને બુમાબુમ કરી મૂકી હતી. બાદમાં રીક્ષા ચાલક કિશોરીને ઉતારીને પૂરપાટ ઝડપે નાસી ગયો હતો.જો કે કિશોરીએ રીક્ષાનો નંબર 3624 હોવાનું જોઈને લખી લીધો હતો. બનાવને પગલે કિશોરીએ પુણાગામમાં રહેતા તેના મામાને વાત કરી હતી. જેથી તેઓ ઘટના સ્થળે આવી ગયા હતાં. તેમણે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે ન મળતાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો રિક્ષા ચાલક સામે નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...