પાંડેસરામાં સાડીના વેપારીએ પરિણીતાની લાજ લેવા ઘરનો દરવાજો બંધ કરી માર માર્યો હતો. પરિણીતાએ બૂમાબૂમ કરતા પડોશી દોડી આવ્યો હતો. આથી વેપારી ત્યાંથી ભાગી ગયો હતો. પરિણીતાને ગળાના ભાગે ઈજા પણ થઈ હતી. પાંડેસરા પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ સાડીના વેપારી પન્નેલાલ શ્રીરામ શુભગ નિશાદ(23)(રહે,રાધેશ્યામનગર,પત્રકાર કોલોની,પાંડેસરા,મૂળ રહે,યુપી) સામે છેડતી, ધમકી અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપીનું સાડીઓનું ગોડાઉન હતું. જેમાં બે વર્ષ પહેલા પરિણીતા સાડીઓ લેવા જતી હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. પછી પરિણીતાનો કોઈ કોન્ટેક્ટ ન હતો. બીજી તારીખે સવારે પરિણીતા ઘરે એકલી હતી. તે વખતે વેપારીએ પરિણીતાના ઘરે આવી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પછી પરિણીતાની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાની સાથે આરોપીએ મારામારી કરતા ગળાના ભાગે ઈજા પણ થઈ હતી. જતા જતા આરોપી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો હતો.
યુવતીના ઘરમાં ઘુસી પડોશી યુવકે છેડતી કરી
ગોડાદરાની 18 વર્ષીય યુવતીના ઘરમાં ઘુસી પડોશીએ છેડતી કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા પડોશી ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે યુવતીની માતાએ ફરિયાદ આપતા પોલીસે પડોશી રાહુલ સામે છેડતીનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.