તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સુરતના આભવામાં આવેલા 100થી વધુ ઝીંગા તળાવ તોડવાની માગ સાથે કલેક્ટરને આવેદન પત્ર અપાયું

સુરત25 દિવસ પહેલા
આભવામાં આવેલા ઝીંગા તળાવો સામે સ્થાનિકો દ્વારા વિરોધ. - Divya Bhaskar
આભવામાં આવેલા ઝીંગા તળાવો સામે સ્થાનિકો દ્વારા વિરોધ.
  • 60 હેક્ટર સરકારી તથા 60 હેક્ટર જંગલની જમીન પર ગેરકાયદે ઝીંગા તળાવો

સુરત શહેર સહિત જિલ્લામાં આવેલા ઝીંગા તળાવો તોડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આભવા વિસ્તારમાં પણ આવેલા 100થી વધુ ગેરકાયદે ઝીંગા તળાવ તોડવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આભવાના સ્થાનિકો દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આભવા સર્વે નં.506ને મીંઢોળા દરિયાને લાગુ 60 હેક્ટર સરકારી તથા 60 હેક્ટર જંગલની જ્યાં લાખો તવડા અને સરુના ઝાડો કાપી 100થી વધારે ગેરકાયદે ઝીંગા તળાવો વર્ષોથી બનાવ્યા છે. જીઇબીની લાઈન જમીનમાં નાખી ડાયરેક્ટ વગર બીલે કરોડોની વીજ ચોરી કરી રહ્યા છે.

સરકારી જમીનો પર ગેરકાયદે ઝીંગા તળાવ બનાવી દીધા હોવાનો આક્ષેપ.
સરકારી જમીનો પર ગેરકાયદે ઝીંગા તળાવ બનાવી દીધા હોવાનો આક્ષેપ.

લાખો મીટર સરકારી જમીનો પર તળાવ બનાવી દીધા
ભીમપોર સામુદાયિક મંડળીના સમાવેશ થકી બનેલ મંડળીને સરકારે ખારપાટ જમીનને નવસાધ્ય કરવા 850 એકર જમીન ફાળવી હતી. દરિયાનું પાણી રોકવા સરકારે બંધો પણ હદ સુધી બનાવી આપ્યા હતા. જોકે, માથાભારોએ ઝીંગા તળાવો બનાવી દાદાગીરીથી બંધો પણ તોડી નાખી હતી. જમીન નવસાધ્ય નહીં થતા ખાલસા થઇ સરકાર હસ્તક થયેલી છે. હાઇકોર્ટમા પણ કેસ હારી ગયા બાદ પોતાના ઝીંગાના તળાવોવાળા પાસે સુપ્રિમ કોર્ટને ગરમાર્ગે દોરી સ્ટે મેળવ્યો છે જે બોગસ છે. ભીમપોર મંડળીની જમીનો બંધ સુધી છે. તેને લાગુ ભીમપોર-આભવાની લાખો મીટર સરકારી જમીનો પર તળાવો, ઓફિસ, ગોડાઉન, ગેરકાયદે વીજ જોડાણ પણ છે. ડુંમસ સર્વે નં.1006 સરકારી જમીનો જે બેટ પર કરોડો સરુ-તવડાનાં ઝાડો કાપી ઘણા ગેરકાયદે ઝીંગા તળાવો વર્ષોથી છે.

ખજોદ ગામમાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવો પર આજથી બુલડોઝર ફરવાનું શરૂ.
ખજોદ ગામમાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવો પર આજથી બુલડોઝર ફરવાનું શરૂ.

ખજોદ ગામથી ગેરકાયદે ઝીંગાના તળાવો તોડવાનું શરૂ
સુરતના ખજોદ ગામમાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવો પર આજથી બુલડોઝર ફરવાનું શરૂ થતાં ઝીંગા ઉછેરકો દોડતા થઈ ગયા છે. ઓલપાડ ચોર્યાસી અને સુરતના મજુરા વિસ્તારમાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવો તોડવા માટે જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય લેવાયા બાદ પહેલા ઓલપાડમાં ગેરકાયદે તળાવો તોડવાનું શરૂ કરાયા બાદ આજથી મજુરા વિસ્તારના ખજોદ ગામથી તોડવાનું શરૂ કરાયું છે.

પોલીસના મોટી સંખ્યામાં કાફલા અને ચાર જે.સી.બીથી ડિમોલિશન કામગીરી.
પોલીસના મોટી સંખ્યામાં કાફલા અને ચાર જે.સી.બીથી ડિમોલિશન કામગીરી.

ઝીંગા તળાવ તોડવાની કામગીરી આગામી દિવસોમાં અવિરતપણે ચાલુ જ રહેશે
આજે સવારે પ્રાંત અધિકારી મામલતદાર, ડી. એલ. આર, મસ્ત્ય વિભાગ અને પોલીસના મોટી સંખ્યામાં કાફલા અને ચાર જે.સી.બી, પાલિકાના બેલદર સહિતના સ્ટાફ વચ્ચે ડાયમંડ બુર્સની પાછળના ભાગમાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવો તોડવાની શરૂઆત કરી છે. ગેરકાયદે ઝીંગાના તળાવ બનાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આ કામગીરી આગામી દિવસોમાં અવિરતપણે ચાલુ જ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો