સુરત:મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં આહિર અને સાધુ સમાજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો - Divya Bhaskar
મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો
  • સમગ્ર સાધુ અને અન્ય સમાજની લાગણી દુભાઇ હોવાથી વિરોધ
  • પોતાના લાભા સારૂ હુમલો કર્યાનો આહિર સમાજનો આક્ષેપ

મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું છે. જેમાં જણાવ્યું છે કે, દ્વારિકા ખાતે મોરારિબાપુ પર દ્વારિકા જિલ્લાનાં બીજેપીના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા જે હૂમલાનો પ્રયાસ થયો છે, એ માત્ર મોરારિબાપુ ઉપર નહી પણ સનાતન પરંપરા પર હૂમલો થયો છે. આહિર સમાજે આવેદનપત્ર આપતાં કહ્યું કે, આ હુમલો પોતાના લાભ સારૂ કરાયો છે. જેથી પબુભા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

કડક કાર્યવાહીની માંગ
60-60 વર્ષથી જેમણે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની ધજા લહેરાવી છે એવા શાંતિપ્રિત સંવાદના સંત મોરારિબાપુ પર આ પ્રકારના વલણથી સમગ્ર સાધુ અને અન્ય સમાજની લાગણી દુભાઇ છે. બાપુ તો માફ કરી દેશે પણ અસ્તિત્વ તેને તેના કર્મની સજા ચોક્કસ આપશે. પરંતુ જાણી જોઇને આયોજનબદ્ધ હુમલો કરનાર પબુભા માણેક સામે હુમલાની સાજીશ કરવા બદલ તેની સામે કાનુની કાર્યવાહી થવી જોઇએ અને તેની ધરપકડ થાય એ સંવિધાનની દ્રષ્ટિએ પણ જરૂરી છે. ભવિષ્યમાં ફરી કોઇ દેશના સાધુ સંતો પર આવા હૂમલા કરવાની કોશિષ ન કરે અને સનાતન ધર્મની રક્ષા માટે પણ તેમની સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...