સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલ તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 માસૂમોના મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ અને બિલ્ડર સહિત ક્લાસ સંચાલકની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ પાલિકા અને જીઈબીના અધિકારીઓને જામીન મળી ગયાં હતાં. જેથી મૃતકોના વાલીઓએ આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જવાબદાર અધિકારીઓ સામે પણ સદોષ માનવ વધનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માગ મૃતકોના વાલીઓ દ્વારા કરવામાં આવી છે.
માનવ અધિકાર પંચે બેદરકારી ઠેરવી હતી
પોલીસ કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, કેન્દ્ર માનવ અધિકાર પંચે આ ઘટનામાં અધિકારીઓની બેદરકારી અને જવાબદારી ઠેરવી છે. જેથી જીઈબી(ડીજીવીસીએલ), સુરત મનપાના વિકાસ ફાયર વિભાગના અધિકારી, આકારણી વિભાગના અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.જામીન પર છૂટી ગયા છે. તો અમુક અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી જ કરાઈ નથી. જેથી તમામ સામે માનવ વધનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.
કેસ કોર્ટમાં ચાર્જફ્રેમ થઈ ચૂકી છે
જયસુખ ગજેરા જણાવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડને આજે બે વર્ષ ઉપર થઈ ગયા છે. કેસ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યો છે. પરંતુ મોટા પાયે બેદરકારીથી આટલી મોટી જાનહાનિ થવા છતાં તપાસ અધિકારી દ્વારા ફક્ત નાના કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. મોટા અધિકારીઓને રીતસરના છાવરવામાં આવ્યા હોય એમ લાગે છે. જેને લઈને આજે 22 વાલીઓ સુરત પોલીસ કમિશનરને કોર્ટમાં 173(8) ની અરજી કરી તમામ જવાબદાર અધિકારીઓ સામે પગલાં બહાર એવી રજૂઆત કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.