આત્મહત્યા:લિંબાયતમાં ઉઘરાણીથી ત્રાસી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઈ લિંબાયતના એક યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.લિંબયાતમાં મારૂતી નગર ખાતે રહેતા ઝુબેર ખાટીકે ચીકનના ધંધા માટે પરિચિતો પાસેથી 35 લાખથી વધુની રકમ લીધી હતી. જોકે કોરોનાના કારણે ધંધો બંધ થઈ જતા ઝુબેર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. મિત્રો પાસેથી લીધેલા રૂપિયા પરત કરવા ઝુબેરે અલગ અલગ વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા અને પરિચિતોને રૂપિયા ચુકવી દીધા હતા.

ત્યાર બાદ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચુકવવામાં ઝુબેરનું મકાન અને દુકાન પણ વેચાઈ ગયા હતા. પરંતુ વ્યાજખોરોના વિષચક્રમાંથી તે બહાર આવી શક્યો ન હતો. વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ થતા આખરે બચેલી એક દુકાન પણ વેચાઈ જશે તો પરિવારનું શું થશે તેવા વિચાર સાથે ઝુબેરે શનિવારે ઝેરી દવા પી લેતા તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...