તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • An Affidavit Was Filed In The High Court Against The Bail Application Of Savji Paghdal, A Builder Accused In The Takshashila Fire In Surat.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટ કાર્યવાહી:​​​​​​​સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપી બિલ્ડર સવજી પાઘડાળની જામીન અરજી સામે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરાયું

​​​​​​​સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
અગ્નિકાંડમાં આરોપી બિલ્ડર સવજી પાઘડાળે હાઈકોર્ટમાં જામીન માટે કરેલી અરજીમાં તારીખ અપાઈ છે (ફાઈલ તસવીર) - Divya Bhaskar
અગ્નિકાંડમાં આરોપી બિલ્ડર સવજી પાઘડાળે હાઈકોર્ટમાં જામીન માટે કરેલી અરજીમાં તારીખ અપાઈ છે (ફાઈલ તસવીર)
  • હાઈકોર્ટમાં આરોપીની જામીન અરજી અંગે 29મી જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે

સરથાણા જકાતનાકા પર આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ કેસમાં હાલ બિલ્ડર આરોપીઓ લાજપોર જેલમાં છે. જેમાંથી બિલ્ડર સવજી પાઘડાળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. આ કેસમાં મૂળ ફરિયાદી તરફથી વકીલે એફિડેવિટ કોર્ટમાં રજૂ કરતા વધુ સુનાવણી આગામી 29મી જાન્યુઆરીના રોજ યોજાશે.

અગાઉ જામીન નામંજૂર થયેલા
તક્ષશિલા કેસમાં બિલ્ડર સવજી પાઘડાળ દ્વારા સ્થાનિક કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી જામીન અરજી કરવામાં આવી હતી. જો કે કોર્ટ દ્વારા જામીન અરજી નકારી દીધી હતી. બાદમાં ફરીથી બિલ્ડર સવજી પાઘડાળ દ્વારા જામીન અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી આજે હાઈકોર્ટમાં હાથ ધરાઈ હતી.

વકીલે અફિડેવિટ રજૂ કરતાં તારીખ પડી
તક્ષશિલા અગ્નિ કાંડના આરોપી બિલ્ડર સવજીભાઈ ટપુભાઈ પાઘડાળ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરેલ તેમાં મૂળ ફરિયાદીના વકીલ પિયુષ માંગુકિયા દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જેથી હાઈકોર્ટમાં હવે આરોપીની જામીન અંગેની વધુ સુનાવણી 29 જાન્યુઆરી 2021ના રોજ યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser