તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સુરતની હોટલમાં મહારાષ્ટ્રની મહિલા પર બળાત્કાર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કતારગામના યુવકે મેટ્રિમોનિયલ પરથી નંબર મેળવી લગ્નની લાલચ આપી હતી

મહારાષ્ટ્રના તુળજાપુરની 42 વર્ષિય પરિણીતાને લગ્નની લાલચ આપીને કતારગામના યુવકે સુરતની હોટલમાં બળાત્કારની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ગુનો દાખલ કરાયો છે. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ તુળજાપુરમાં રહેતી 42 વર્ષિય રોશની (નામ બદલ્યું છે) એક સંસ્થામાં કાઉન્સિલર તરીકે નોકરી કરે છે. તેને 15 વર્ષનો એક દીકરો છે. 2018માં રોશની તેના પતિથી અલગ થઈ હતી.

રોશનીએ બીજા લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પોતાનો બાયોડેટા મૂકતા આરોપી શૈલેશ ગોવિંદ મકવાણા (39, રહે.સ્મૃતિ સોસાયટી, કતારગામ)એ ફોન નંબર મેળવી રોશનીને કહ્યું કે તે લગ્ન કરશે તેથી બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા હતા.સુરતની હોટલમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. આ સિવાય ભૂજ અને સુરત રેલવે સ્ટેશન પાસેની હોટલ વેટ્રોઇન સ્પાઇસ અને તુળજાપુરમાં શૈલેષે સંબંધ બાંધ્યો હતો. શૈલેશ ખર્ચ માટે રોશની પાસેથી અઢી લાખ લીધા હતા. ત્યાર બાદ મળવાનું બંધ કરી નંબર બ્લોક કરી દીધો હતો. જેથી રોશનીએ મહીધરપુરા પોલીસમાં બળાત્કારની ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...