તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેપ વિથ મર્ડર કેસ:હજીરાની બાળા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હતું

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

હજીરામાં બનેલી અમાનુષી ઘટનામાં પોલીસે શુક્રવારે જ 27 વર્ષના સુજીત કુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી.જોકે આરોપી પકડ્યો હોવાની જાહેરાત ન કરાઇ હતી.શનિવારે પોલીસે આરોપીની વિગતો જાહેર કરી હતી. ડીસીપી વિધિ ચૌધરીના જણાવ્યા પ્રમાણે આરોપી સુજીત મધ્યપ્રદેશના રિવાનો રહેવાસી છે. મૃતક બાળકીના ઘર નજીક જ રહેતો હતો.

પોલીસે અન્ય શંકાસ્પદો સાથે સુજીતને પણ લઇ જઇ પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો.કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા સુજીતની ધરપકડ કરાઇ હતી.સુજીત હજીરાની ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો.

પરિવારને કહી દેશે એવી બીકે હત્યા કરી
પોલીસને બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં અમાનુષી અત્યાચારના પુરાવા મળ્યા હતા.સાડા ચાર વર્ષની માસુમ બાળકી પર હવસખોરે બળાત્કાર કરવાની સાથે ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.બાળકી આખી પાપલીલા પરિવાર જનોને જણાવી દેશે એવી બીકે બાળકીની ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી હતી.હત્યારાએ બાળકીનું મોઢું દબાવી હત્યા કરી દીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે.આ ઉપરાંત બાળકીના શરીર પર 15 જેટલા નાના મોટા ઘા પણ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો