સુપ્રીમનો ચુકાદો:નિર્દોષ જાહેર થયેલો પાકિસ્તાની નાગરિક 4 વર્ષ બાદ સ્વદેશ જશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નકલી ચલણી નોટ પકડાવાના કેસમાં સુપ્રીમનો ચુકાદો
  • પાકિસ્તાન હાઇકમિશને હેબિયર્સ કોપર્સ રીટ કરી હતી

વર્ષ 2016માં ડુપ્લીકેટ ચલણી નોટના કેસમાં રેલવે પોલીસે પાકિસ્તાની નાગરિક એવા આરોપી સજ્જાદ હુસૈન બુરહાનુદ્દીન બહોરાને ઝડપી પાડયો હતો. આ ફરિયાદ બાદ આરોપીને સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, બાદમાકેસ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો. જ્યાં તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આરોપીને એનઓસી આપવા પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનને જણાવતા હવે ચાર વર્ષ બાદ પાકિસ્તાની નાગરિકનો પોતાના દેશ જવાનો રસ્તો ખુલ્યો છે. કોર્ટમાં આરોપી તરફે એડવોકેટ ઝમીર શેખે દલીલો કરી હતી. આ કેસમાં એક તબક્કે પાકિસ્તાની હાઇ કમિશને પણ હેબિયર્સ કોપર્સ રીટ પિટિશન કરી હતી.

આરોપી સજ્જાદ વર્ષ 2016માં ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા માટે સુરત આવ્યો હતો અને એ દરમિયાન રેલવે સ્ટેશન પર ચેકિંગ દરમિયાન તેની પાસેથી 500ના દરની 50 હજારની ડુપ્લીકેટ નોટ પકડાઈ હતી. આ કેસમાં તેની સામે સુરત સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો જ્યાં આરોપીને નિર્દોષ જાહેર કરતો હુકમ કરાયો હતો. જો કે, આ દરમિયાન તેના વિઝા પુરા થઇ ગયા હતા અને હાઇકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલ્યો હતો. આખરે હાલ તેને એનઓસી મળતા હવે પાંચમી સપ્ટેમ્બર પહેલાં તે પાકિસ્તાન જઇ શકશે.

4 વર્ષ આમતેમ કાઢયા
સજ્જાદ અને તેના મામા શબ્બીરે આ મામલે વાત કંઇ પણ વાત કરવાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ સૂત્રોએ જણાવ્યુ કે તેના લગ્ન અમેરિકામાં થયા હતા અને પિતા કરાંચીમાં વેપારી છે. તેની માતા મૂળ સુરતની છે આથી આ ચાર વર્ષ દરમિયાન તે સુરતમાં રહ્યો હતો અને છુટક કામ કરી ગુજરાન ચલાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...