ક્રાઇમ:પુણામાં 80 વર્ષના વૃદ્ધે બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ વીડિયો ઉતારી પોલીસને જાણ કરી
  • બાળકને રમાડવાના બહાને લઇ ગયો હતો

શહેરના પુણા વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધે 8 વર્ષના માનસિક બીમારી થી પિડાતા બાળકને બાંકડા પર રમાડવાના બહાને લઇ જઇ ને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું છે. આ ઘટના 3 દિવસ પહેલા બપોરના સમયે બની હતી. બાળકને રમાડવાના બહાને ખોળામાં બેસાડી વૃદ્વએ અડપલા કરતો વિડીયો સ્થાનિકોએ ઉતારી લીધો હતો. આરોપી વૃદ્ધ બાળકોને રમવાના બહાને લઇ જઇ તેમની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હોવાની પહેલેથી સ્થાનિકોને આશંકા હતી.

આવી ગંદી હરકતો વૃદ્ધ કરતો હોવા છતાં પોતે જાણે સાચો હોય તેવી રીતે સ્થાનિકો સાથે રૂઆબ કરતો હતો. જેના કારણે સ્થાનીકોએ વૃદ્ધ પર વોચ રાખવાની શરૂ કરી હતી. વૃદ્ધ એટલી હદે વિકૃત હતો કે તેણે મૂંગા જાનવરને પણ છોડતો ન હતો. મૃગાં જાનવર સાથે ગંદી હરકતો કરતો વિડીયો પણ સામે આવ્યો છે. 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતા મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ મામલે કાપોદ્રા પોલીસે બાળકના પિતાની ફરિયાદ લઈ વૃદ્ધ આરોપી વશરામ પદમાણી(80)(રહે,શાંતિનગર સોસા,પુણાગામ)ની સામે ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. સોસાયટીના બાળકોને રમાડવાના બહાને જાહેરમાં ખરાબ કામ કરતો હતો. આવા ગંદા કામ કરતો હોવાનું વીડિયોમાં બહાર આવતા આખી સોસાયટીના રહીશો પણ ચોંકી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...