લમ્પી વાઇરસની દહેશત:જિલ્લામાં ૫.૧૭ લાખ પશુ વચ્ચે માત્ર ૬ જ ચિકીત્સક, પશુ ધન નિરીક્ષકની ૧૨ જગ્યા ખાલી

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં લમ્પી વાયરસના રોગાચાળાએ કહેર ફેલાવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પશુઓને તાત્કાલિક રસીકરણ કરવા માટેની આદેશ અપવામાં આવ્યો છે.તો બીજી તરફ સુરત જિલ્લા પંચાયત પાસે પુરતા પ્રમાણમાં રસી નથી આટલુ જ નહીં પણ ૫.૧૭ લાખ પશુઓ વચ્ચે માત્ર ૬ જ પશુ ચિકિત્સક છે.સુરત જિલ્લા પંચાયતની હદમાં આવતા જિલ્લાના આંતરિક ગામડાઓમાં મોટાભાગે પશુપાલકો છે અને તેમની આજીવિકા પણ પશુ આધારિત છે. ત્યારે સુરત જિલ્લા પંચાયત પાસે પશુઓન આપવા માટેની પુરતા પ્રમાણમાં રસી નથી.

સહકારી સંસ્થાઓ પાસેથી રસી લાવીને પશુઓને આપવામાં આવી રહી છે. તો બીજી તરફ જિલ્લા પંચાયતમાં પશુ ચિકિત્સકોની જગ્યાઓ પણ ખાલી પડી છે. સુરત જિલ્લામાં ૧૭ પશુ ચિકિત્સક ના મંજૂર મહેકમ સામે માત્ર ૬ જગ્યા ભરાયેલ છે. આ ઉપરાંત પશુ નિરીક્ષક નું ૨૫ નું મંજૂર મહેકમ સામે અડધો અડધ ૧૨ જગ્યાઓ ખાલી છે. ખેડૂત અગ્રણી અને સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યુ હતુંકે, સરકારી નિયમાનુસાર ૧૦ ગામડાઓ દિઠ એક પશુ નિરિક્ષકની જગ્યા હોવી જોઇએ. જિલ્લામાં પશુની સંખ્યા જોતા ૬૦ જેટલા પશુ નિરીક્ષક હોવા જોઇએ. જેના બદલે વર્ષો જુના મહેકમ મુજબ પણ પશુ ચિકિત્સકો નથી. નાયબ પશુપાલન અધિકારીની જગ્યા ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...