કોરોના વોરિયર્સ:ડોક્ટરને ભગવાન ગણાવતા સુરતમાં લાગેલા હોર્ડિંગ્સના વખાણ અમિતાભ બચ્ચને કર્યા

સુરત2 વર્ષ પહેલા
સુરતમાં લાગેલા બોર્ડમાં ડોક્ટરને ભગવાન ગણાવાયા છે જેના વખાણ વીડિયો મારફરતે (ઈન્સેટમાં અમિતાભ બચ્ચને) કર્યા છે.
  • અમિતાભ બચ્ચને હોર્ડિંગ્સના વખાણ કર્યા
  • કૃષિ મંગલ હોલ પાસે હોર્ડિંગ્સ લાગ્યું છે

મજૂરા ગેટ નજીક આવેલા જૂની આરટીઓ કચેરી અને કૃષિ મંગલ હોલ પાસે મેઈન રોડ પર એક હોર્ડિંગ્સ લાગ્યું છે. જેમાં લખ્યુ છે કે, શું તમે જાણો છો..ભગવાનના મંદિર હાલ  બંધ છે કારણ કે તેઓ સફેદ કોર્ટ પહેરીને હોસ્પિટલમાં સેવા આપી રહ્યાં છે.  આ હોર્ડિંગ્સના વખાણ બોલિવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને કર્યા છે. અમિતાભે વીડિયો મારફતે સુરતના ઓ બાર્ડના વખાણ કરતાં તબીબોની સેવાને બિરદાવી હતી અને કહ્યુંહતું કે આવી મહામારીના સમયે તબીબો ખરેખર ભગવાન જેવું કામ કરી રહ્યાં છે. દરેક વ્યક્તિે તબીબને માન સન્માન આપવાની પણ વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...