તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત મહિલા PSI આપઘાત કેસ:અમિતાએએ પહેલાં ફાંસો ખાવાનું વિચાર્યા બાદ ગોળી મારી હતી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આપઘાત કરી લેનાર અમિતા જોશીની પુત્ર સાથેની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આપઘાત કરી લેનાર અમિતા જોશીની પુત્ર સાથેની ફાઈલ તસવીર.

ઉધના મહિલા PSIના આત્મહત્યાના બનાવમાં પોલીસને સ્થળ પરથી દુપટ્ટાનો ફાંસો મળી આવ્યો હતો. તેથી પોલીસનું અનુમાન છે કે, પહેલાં અમિતાએ ફાંસો ખાવાનું નક્કી કર્યું હશે. અમિતા જોષી અને પતિ વૈભવ વ્યાસ બંને એક બીજાને નોકરી છોડવા દબાણ કરતા હોવાથી વારંવાર ઝગડા થતા હતા. શનિવારે પણ ઝગડો થયો હતો. બપોરે અમિતાએ દીકરા સાથે વીડિયો કોલથી વાત કર્યા બાદ નણંદ સાથે પણ વાત કરી હતી. બાદમાં પોતાના પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસનું માનવું છે કે, અમિતાના ફોનથી તપાસમાં ઘણી મદદ મળશે. ફોન પેટર્ન લોક હોવાથી એફએસએલમાં મોકલ્યો છે. અમિતાના પિતા આગામી દિવસોમાં અમિતાના પતિ-સાસુ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવે તેવી સંભાવના છે.

...તો કદાચ અમિતાનો જીવ બચી ગયો હોત
અમિતા અને વૈભવ વચ્ચેના વિવાદની માહિતી અમિતાના પિતા બાબુભાઈને હતી. 6 દિવસ પહેલા તેઓ સુરત આવવાના હતા ત્યારે અમિતાએ કહ્યું કે હવે બધુ બરાબર છે તેથી આવવાની જરૂર નથી. જો તે સમયે બાબુભાઈ સુરત આવ્યા હોત અને બંનેને સમજાવ્યા હોત તો કદાચ આજે સ્થિતિ જુદી જ હોત.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો