તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉધના પોલીસ મથકની પટેલ નગર પોલીસ ચોકીના
ચાર્જમાં રહેલા મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મેરેજ એનિવર્સરીના દિવસે જ ડાયરીમાં સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લેનારા મહિલા પીએસઆઈ અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચથી કોન્સ્ટેબલમાંથી પરીક્ષા આપીને પીએસઆઈ બન્યાં હતાં. અમિતા જોશીના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે. અમિતા જોશીના આપઘાતના પગલે પાંચ વર્ષનો સંતાને માતા ગૂમાવવાની ફરજ પડી છે.
કન્ટ્રોલ બાદ ઉધનામાં ફરજ બજાવતા
છેલ્લા સાતેક વર્ષથી પીએસઆઈ તરીકે બજાવતા અને મૂળ ભાવનગરના ઘોઘાના વતની અમિતા જોશી અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ સુરતમાં પીએસાઈ તરીકે સીધા કન્ટ્રોલમાં નોકરી પર ચડ્યાં હતાં. કન્ટ્રોલમાં નોકરી કર્યા બાદ ચારેક વર્ષ જેટલા સમય ગાળાથી તેઓ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં. હાલ તેમની પાસે પટેલ નગર પોલીસ ચોકીનો પણ વધારાનો ચાર્જ હતો.
આ પણ વાંચોઃ-જીવવું અઘરૂં છે લખી સુરતમાં મેરેજ એનિવર્સરીએ મહિલા PSIનો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત
પતિની એક વર્ષ અગાઉ સુરત બદલી થયેલી
અમિતા જોશીના પતિ વૈભવ પણ હાલ પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ સચિન પોલીસમાં એમટી ડ્રાઈવર તરીકેની ફરજ બજાવી રહ્યાં છે. અમિતાના જોશીના પતિ અગાઉ ભાવનગરમાં ફરજ બજાવતા હતાં. પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ બદલી કરાવીને સુરત આવ્યાં હતાં.
અમિતા સાલસ સ્વભાવના હતા-સાથી કર્મચારીઓ
અમિતા જોશી સાથે કામ કરનારા સાથી મહિલા કર્મચારીઓએ કહ્યું હતું કે, તેઓ ખૂબ સાલસ સ્વભાવના હતાં. હંમેશા તમામ લોકોને મદદ કરતાં હતાં. સાથી કર્મચારીઓના પ્રશ્નોને પણ તેઓ સમજતા હતાં. તેમજ મદદ કરવા માટે પણ તત્પર રહેતા હતાં. તેમના આપઘાતને લઈને તેમને ઓળખતા લોકો પણ માની શકતા નથી કે મેડમએ આપઘાત કર્યો હોય.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.