તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:સુરતમાં વરસાદી માહોલ વચ્ચે હળવાં ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેર સાથે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. - Divya Bhaskar
શહેર સાથે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે.
  • શહેર સાથે જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી કરી હતી. જેના પગલે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી ધીમીધારે ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે વાતાવણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે, લોકો ધોધમાર વરસાદ પડે તેવી આશા રાખી રહ્યાં છે. બીજી તરફ જિલ્લામાં પણ વરસાદ વરસતા હજુ વાવણી લાયક વરસાદ ન થયો હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે.

હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ઝાપટાં સ્વરૂપે વરસાદ
શહેરના અલગ કતારગામ, અડાજણ, પાલ, ડિંડોલી, વેસુ, વરાછા સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જો કે ધોધમાર વરસાદ પડવાની જગ્યાએ હળવાં ઝાપટાં પડી રહ્યાં છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ ચે. વરસાદને લઈને નોકરી ધંધે જતા લોકોને પલળવું પડ્યું હતું.

ધોધમાર વરસાદ ઝડપથી પડે તેવી લોકો આશા રાખી રહ્યાં છે.
ધોધમાર વરસાદ ઝડપથી પડે તેવી લોકો આશા રાખી રહ્યાં છે.

ખેડૂતોને આશા
સુરત જિલ્લાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, બારડોલી પંથકમાં આજે સારો વરસાદ પડ્યો છે. જો કે આ વરસાદ હજુ વાવણી લાયક વરસાદ ગણી શકાય નહી. પરંતુ થોડા દિવસોમાં હવે મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જેથી નવા વાવેતર કરવા લાયક વરસાદ ઝડપથી થઈ જશે તેવી આશા જાગી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...