તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Amidst The Announcement Of Closure In Surat, The Work Of Stealing Hidden Parcels In The Millennium Market, The Workers Were Shocked To See The Police.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરતમાં બંધની જાહેરાત વચ્ચે મિલેનિયમ માર્કેટમાં ચોરી છૂપી પાર્સલના ચાલતા કામ, પોલીસને જોઈને કામદારોમાં નાસભાગ મચી

સુરત16 દિવસ પહેલા
ગેરકાયદે પાર્સલનું કામ કરતાં શ્રમિકો પોલીસ આવતા દરવાજા કુદીને નાસી છૂટ્યાં હતાં.
  • બાતમી મળતા પહોંચેલી પોલીસને જોઈને કામદારો રીતના નાસી છૂટ્યા

સુરત પોલીસ કમિશનર દ્વારા ટેકસટાઇલ માર્કેટ બંધ કરવા માટે ટેક્સટાઇલ માર્કેટ એસોસિએશનનો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય જાહેર કર્યો હતો. 29 માર્ચ થી 5 મે સુધી ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ થવાની જાહેરાત છતાં ચોરીછૂપીથી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલનું કામ શરૂ હોવાનું બહાર આવ્યું હતું.મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2 માં કેટલાક ટેક્સટાઇલ વેપારીઓ પોતાના પાર્સલ અન્ય સ્થળ પર મોકલી રહ્યા હોવાની બાતમી સલાબતપુર પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ મિલેનિયમ માર્કેટમાં પહોંચતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ આવતાની સાથે રીતસરના પાર્સલ ભરતા કામદારો ભાગતા નજરે પડ્યા હતાં.પોલીસના હાથ તાળી આપીને ભાગવાનો પ્રયાસ કરતા કેમેરામાં કેદ થઇ ગયા હતા.

મિલેનિયમ માર્કેટ ખાતે પોલીસ બાતમીના આધારે તપાસ કરવા આવી ગઈ હતી.
મિલેનિયમ માર્કેટ ખાતે પોલીસ બાતમીના આધારે તપાસ કરવા આવી ગઈ હતી.

જાહેરનામાનો ભંગ
પોલીસના જાહેરનામાનો ટેકસટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા ભંગ થઇ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ શટર પાડીને અંદરના ભાગેથી પોતાના પાર્સલો ટેમ્પામાં ભરતા હોવાની ફરિયાદ છેલ્લા બે-ત્રણ દિવસથી સાંભળવા મળતી હતી. રિંગરોડ સ્થિત મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં ગેટ કૂદીને ભાગતા કામદારો નજરે ચડયા હતા.પોલીસમાં હાથે ન ચઢી જવાની બીકે રીતસરના ગેટ શોધવાનો પ્રયાસ કરીને નાસી જતા કામદારો જોવા મળ્યા હતા.પાર્સલ અને ટેમ્પો છોડીને કામદારો પલાયન થઈ ગયા હતા.

પોલીસ કાર્યવાહીથી બચવા માટે શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસ કાર્યવાહીથી બચવા માટે શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી.

વેપારીઓમાં વીડિયો વાઈરલ
તાજેતરમાં જ રિંગ રોડ માર્કેટ ઉપરથી કેટલાક ટેમ્પા ટેક્સ્ટાઇલ માર્કેટના પાર્સલો લઇને પસાર થતા જોવા મળ્યો હતો જેનો વીડિયો વાયરલ થતાં પોલીસના જાહેરનામાનો ઉલ્લંઘન કોઈક વેપારીઓ દ્વારા થઈ રહ્યો હોવાની ચર્ચાએ વેપારી આલમમાં જોર પકડ્યું હતું. પરંતુ આ પાર્સલ કઈ માર્કેટથી ક્યારે આવે છે તેને લઈને કોઈ માહિતી ન હતી. આખરે આજે મિલેનિયમ માર્કેટમાંથી પાર્સલો ટેમ્પોમાં ભરીને લઇ જવામાં આવતા હોવાની હકીકત મળતા જ પોલીસ માર્કેટમાં પહોંચીને તપાસ કરતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

માર્કેટમાં બંધ હોવા છતાં વેપારીઓ દ્વારા કામ ચાલુ હોવાનું સામે આવ્યું હતું.
માર્કેટમાં બંધ હોવા છતાં વેપારીઓ દ્વારા કામ ચાલુ હોવાનું સામે આવ્યું હતું.

વેપારીઓએ નિયમો તોડ્યા
કેટલાક વેપારીઓ આવા કટોકટીના સમયે પણ રૂપિયા કમાવી લેવાની લાલચમાં છે. કોવિડ ગાઈડલાઈન અને પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ ભંગ કરતા અચકાતા નથી. તે શહેરના હિતમાં નથી કોરોના સંક્રમણને અટકાવવા માટે દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જરૂરી છે. આવા વેપારીઓ શહેર માટે મોટું જોખમ ઊભું કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો