તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:સુરતમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત18 દિવસ પહેલા
શહેરમાં વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
  • છૂટા છવાયા વરસાદ વચ્ચે વરસાદી માહોલ જામ્યો

સુરત શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ દેખાઈ રહ્યા હતાં. વરસાદી માહોલ ધીરે ધીરે જામતો હોય તેવું વાતાવરણ બન્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.ભારે ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા ખાબક્યાં હતાં.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા ખાબક્યાં હતાં.

ગરમીમાં રાહત
છેલ્લા થોડા દિવસોથી બફારો અસહ્ય થતાં ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયાં હતાં. હળવા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સુરતી લાલા ગરમીથી થોડેક અંશે રાહત અનુભવી છે. સુરતના અઠવાલાઇન્સ, વરાછા, પાલ, અડાજણ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ઝાપટા સ્વરૂપે પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ સર્જાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સુરતીઓ પણ પોતાના ઘરની બહાર રેઇનકોટ અને છત્રી લીધા વગર નીકળવાનું ટાળી રહ્યા છે. સુરતીઓ પણ ઈચ્છી રહ્યા છે કે મન મૂકીને વરસાદ થાય તો અસહ્ય ઉકળાટથી રાહત મળે.

રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

ખેડૂતો સારા વરસાદની રાહે
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વાવણીનો સમય આવી જતાં વિધિવત રીતે ચોમાસું શરૂ થાય તો ખેડૂતોને પણ મોટી રાહત મળી શકે એમ છે. સામાન્ય રીતે જુલાઈ મહિનામાં ચોમાસું શરૂ થઈ જતું હોય છે. પરંતુ આ વખતે વિધિવત રીતે હજી ચોમાસુ શરૂ થયું નથી. તેના કારણે ખેડૂતો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે કે, હવે વાવણીલાયક વરસાદ થઇ જાય તો તેમના આગામી ચોમાસું પાક સારી રીતે મેળવી શકે.

બાઈક પર નીકળેલા લોકોને ભીંજાવાની નોબત આવી હતી.
બાઈક પર નીકળેલા લોકોને ભીંજાવાની નોબત આવી હતી.