ચેમ્બર દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એક્ઝિબિશનનો પ્રારંભ કરાયો હતો. જેમાં 432 બાયર્સે મુલાકાત લીધી હતી. બાયર્સે સૌથી વધારે લિનન, ડેનીમની ખરીદીમાં સૌથી વધારે રસ દાખવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ સેબાસ્ટીયન બેરોનાએ સમારોહને કહ્યું હતું કે, ‘એટલાન્ટાને ટેક્સટાઈલ ક્ષેત્રે આગળ લઇ જવા માટે ચેમ્બરનું એકિઝિબિશન મદદરૂપ બનશે. ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે,‘યુએસએ સમગ્ર વિશ્વમાં કાપડનો સૌથી મોટો ઉપભોક્તા છે.
સાથે જ વિશ્વમાં ટેકસટાઇલ ક્ષેત્રે સૌથી મોટો આયાતકાર પણ છે. યુએસએનું એપરલ માર્કેટ 318 બિલિયન યુએસ ડોલરનું છે, જેમાંથી આયાતનો હિસ્સો 35% છે. જ્યારે યુએસએની ટેકસટાઇલ આયાત બાસ્કેટમાં એકલા ચીનનો હિસ્સો 41 % છે. કાપડમાં એમએમએફ અને કપાસની આયાતનો રેશિયો લગભગ પ૮% છે, જે સૂચવે છે કે સુરત સ્થિત ઉદ્યોગ માટે યુએસએમાં ખરીદદારો શોધવાનો વિશાળ અવકાશ છે. ’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.